Gujarati News

Gujarati News

News of Monday, 7th September 2020

વાંકાનેરના ઢુવામાં રાજારામને ત્રણ શખ્સે મોઢા-નાક પર ગંભીર ઇજા કરી લૂંટી લીધો

યુવાન ચાલીને ભાઇને મળવા જતો'તો ત્યારે જે હોય તે આઘી દેવા કહી મોબાઇલ પડાવી ગયાઃ રાજકોટ ખસેડાયો

રાજકોટ તા. ૭: વાંકાનેરના ઢુવામાં રહેતાં મુળ યુપીના રાજારામ મુન્નાલાલ કુશવાહા (ઉ.વ.૨૧)ને સાંજે ચાલીને અન્ય જતો હતો ત્યારે ફેવરીક પ્લસ સિરામીકની ગોળાઇમાં બાઇક પર આવેલા ત્રણ શખ્સોએ અટકાવી મોઢા-નાક પર કોઇ પદાર્થથી માર મારી આંખ નીચેના ભાગે ફ્રેકચર કરી નાંખી તેમજ નાક પર મોટો ચીરો કરી નાંખી તેનો રૂ. દસ હજારનો મોબાઇલ ફોન લૂંટી ભાગી જતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે.

રાજારામ ઢુવા માટેલ ચોકમાં રહે છે અને સોની સિરામીકમાં કામ કરે છે. ગઇકાલે સાંજે તે અન્ય સિરામીકમાં કામ કરતાં પોતાના ભાઇ અને બીજા સગાને મળવા સાંજે સાડા સાતેક વાગ્યે ઘરેથી એ તરફ ચાલીને જતો હતો ત્યારે રસ્તામં સરતાનપર નજીક બાઇક પર ત્રણ શખ્સો આવ્યા હતાં. બે શખ્સે નીચે ઉતરી તેને અટકાવી ખિસ્સામાં જે હોય તે આપી દેવા કહેતાં રાજારામે પોતાની પાસે કંઇ નથી તેમ કહેતાં ત્રણેયે મળી હુમલો કરી બેફામ માર માર્યો હતો. તેમજ નાક અને આંખ નીચેના ભાગે ગંભીર ઇજા કરી તેની પાસેનો મોબાઇલ ફોન પડાવી ભાગી ગયા હતાં. લોહીલુહા રાજારામે અન્ય રાહદારીની મદદથી સગા-મિત્રને ફોન કરી બોલાવતાં તેને વાંકાનેર સારવાર અપાવી રાજકોટ સિવિલમાં ખસેડાયો હતો. હોસ્પિટલ ચોકીના રાજુભાઇ ગીડાએ આ અંગે મોરબી તાલુકા પોલીસને જાણ કરતાં તપાસ થઇ રહી છે.

(11:43 am IST)