Gujarati News

Gujarati News

News of Monday, 7th September 2020

મોરબી જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષકોનું સન્માન

મોરબી : શિક્ષક દિનની ઉજવણી સંદર્ભે સમારોહ યોજાયો હતો જેમા ગુજરાત રાજય બિન અનામત વર્ગ શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમના અધ્યક્ષ બી.એચ.ઘોડાસરા, સાંસદ મોહનભાઇ કુંડારીયા, પુર્વ ધારાસભ્ય બ્રિજેશભાઇ મેરા, એસપી એસ.આર.ઓડેદરા તેમજ જીલ્લા પ્રા. શિક્ષણાધિકારી બી.એમ.સોલંકી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. શિક્ષક દિન નિમિતે શ્રેષ્ઠ શિક્ષકોને સન્માનીત કરવામાં આવ્યા હતા જેમા જીલ્લા કક્ષાએ સાંચલા ગીતાબેન મનસુખભાઇ અને ભેંસદડીયા, દિનેશભાઇ, મોહનભાઇ જયારે તાલુકા કક્ષાએ પડાયા સુષ્માબેન કરશનભાઇ પાલરીયા, નૈમિષ ધનજીભાઇ ગોધવીયા, ગૌતમભાઇ રામજીભાઇ અને પટેલ વિમલકુમાર હિંમતલાલ સહિતના શ્રેષ્ઠ શિક્ષકોના સન્માન કરવામાં આવ્યા હતા. શ્રેષ્ઠ શિક્ષકોને મહાનુભાવોના હસ્તે ચેક અને સન્માનપત્ર એનાયત કરીને સન્માનીત કરાયા હતા તે તસ્વીર.

(11:46 am IST)