Gujarati News

Gujarati News

News of Monday, 7th September 2020

માળીયા હાટીનામાં પાક વિમો આપવા માંગ

 માળીયાહાટીના : તાલુકાના કોંગ્રેસ સમિતિ દ્વારા અતિવૃષ્ટિના ધોવાણ થયેલ ખેતરોનું તાત્કાલીક સર્વે કરી પાક વિમો આપવા માંગણી કરી છે. ચાલુ સાલે માળીયા હાટીના તાલુકાનાના ૬૫ ઇંચ વરસાદ પડતા ખેડૂતોના ખેતરોનુ ધોવાણ થઇ ગયુ છે ખેડૂતો પાયમાલ થઇ ગયા છે મગફળી, કપાસ, કઠોળના પાકને મોટુ નુકશાન થયુ છે. અતિવૃષ્ટિથી ખેતરો પાણી પાણી થઇ ગયા છે. આ અંગે તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે મામલતદાર ગોહિલને આવેદનપત્ર આપી જણાવેલ કે અતિવૃષ્ટિથી ધોવાય થયેલ ગામોમાં તાત્કાલીક સર્વે કરી પાક વિમો આપવા માંગણી કરી છે. આવેદનપત્ર આપતી વખતે જિલ્લા કોંગ્રેસનના ઉપપ્રમુખ ભરતસિંહ ભલગરીયા, તાલુકા કોંગ્રેસ પ્રમુખ માલદેભાઇ પીથીયા, જિલ્લા મહામંત્રી વિજયભાઇ જીવણભાઇ આકોલા, પ્રતાપભાઇ સિસોદિયા, હરિસિંહ સિસોદિયા, દેવાભાઇ રામ સહિતના કોંગી આગેવાનો હાજર રહ્યા હતા. આવેદનપત્ર આપવામાં આવ્યું તે તસ્વીર.

(11:48 am IST)