Gujarati News

Gujarati News

News of Monday, 7th September 2020

માળિયાની મામલતદાર કચેરીમાં પાણી ભરાતા ફાઇલો -રેકર્ડને નુકશાન

મોરબી,તા. ૭: માળિયા તાલુકામાં વરસાદી પાણીના ભરાવાથી અનેક સ્થળે નુકશાન થવા પામ્યુ છે જેમાં માળિયાની મામલતદાર કચેરીમાં પણ વરસાદી પાણીથી રેકર્ડ પલળી ગયું હોય જે અંગે પોલીસ મથકમાં જાણ કરવામાં આવી છે.

માળિયાના મામલતદાર ડી સી પરમાર દ્વારા માળિયા પોલીસ મથકમાં જાણ કરવામાં આવી છે મચ્છુ સિંચાઈ યોજના ૧,૨ અને ૩ માંથી પાણી છોડવામાં આવ્યા હોય જેથી માળિયા તાલુકાની જૂની મામલતદાર કચેરીમાં પાણી ભરાઈ જતા સરકારી રેકર્ડ કાગળો, ફાઈલો અને ઈ ધરાની ઙ્ગઆધાર ફાઈલના કાગળો, મતદાર યાદી, એટીવીટીને લગતા દાખલાઓ, પુરવઠા શાખાના રેકર્ડ, સ્થાનિક સ્વરાજયની ચુંટણી બાબતનું રેકર્ડ અને તાલુકા, જીલ્લા પંચાયત તેમજ નગરપાલિકા અંગેનું રેકર્ડ પાણીના કારણે ક્ષતિગ્રસ્ત થયેલ છે જે પુન ઉપયોગમાં આવી સકે તેમ નથી તેમજ કમ્પ્યુટર, પ્રિન્ટર જેવા ઉપકરણોને પણ નુકશાન થઇ છે જેની નોંધ કરવામાં આવે જે અંગે માળિયા પોલીસે નોંધ કરી આગળની તપાસ ચલાવી છે.

(11:49 am IST)