Gujarati News

Gujarati News

News of Monday, 7th September 2020

લોહાણા મહાજન દ્વારા ઓનલાઇન ગણેશ ચિત્ર હરિફાઇ

 ઓખા : લોકડાઉન જેવી કપરી પરિસ્થિતિમાં પણ બાળકોને પ્રવૃતિમય રાખવા મહાજન પ્રમુખ મનસુખભાઇ બારાઇ અને ઓખા સર્વોદય મહિલા ઉદ્યોગમંડળના પ્રમુખ ડો.પુષ્પાબેન સોમૈયાના અધ્યક્ષસ્થાને રઘુવંશી બાળકો માટે ગણેશ વિસર્જનના દિવસે ઓનલાઇન ગણેશ ચિત્ર હરિફાઇ રખાઇ હતી. જેમાં ૬ થી  ૧૮ વર્ષના કુલ ૩૦ રઘુવંશી બાળકો પોતાના હસ્તે સુંદર ગણેશ ચિત્ર બનાવ્યા હતા. અહી ૬ થી ૧૨ વર્ષના બાળકોની હરિફાઇમાં પ્રથમ કુંજલ ભાટીયા, દ્વિતીય પ્રાચી પંચમતિયા અને તૃતિય થોભાણી હિત અને પાર્થ દતાણી તથા ૧૩ થી ૧૮ વર્ષમાં પ્રથમ મહેક મશરૂ દ્વિતીય પુજા દંતાણી અને તૃતિય મોક્ષા ભાયાણી રહ્યા હતા. નિર્ણાયક તરીકે પુજાબેન બારાઇ તથા હેમાબેન બારાઇ રહ્યા હતા. ભાગ લીધેલ તમામ બાળકોને ઓખા મહિલા ઉદ્યોગ મંડળના પ્રમુખ પુષ્પાબેન તરફથી સન્માનપત્ર તથા યુવા ઉદ્યોગપતિ મોહનભાઇ બારાઇ તરફથી ઇનામો આપી સન્માનીત કરાશે. આ કાર્યક્રમને સફળ બનાવવા ચાંદનીબેન કોટેચાએ જહેમત ઉઠાવી હતી.

(11:50 am IST)