Gujarati News

Gujarati News

News of Monday, 7th September 2020

જશાપરથી રાયડી જુના રસ્તાની મુલાકાતે રાદડીયા

 (મનસુખ બાલધા દ્વારા) જામકંડોરણા : સામાન્ય રીતે ચોમાસામાં ખેડૂતોને સીમમાં પોતાના ખેતરે જવા માટેના રસ્તાઓમાંથી પસાર થઇ જવા આવવામાં મુશ્કેલીઓ પડતી હોય છે કારણ કે ચોમાસામાં વરસાદને લીધે રસ્તાઓની સાઇડોમાં ઝાડ પાન મોટા થતા તેમજ આ રસ્તાઓ પર પાણીના પ્રવાહને લીધે રસ્તાઓ ધોવાઇ જતા હોવાથી રસ્તા ઉંડા બની જાય છે. આવો જ એક રસ્તો જામકંડોરણાના જશાપર ગામથી રાયડી ગામ જવાનો જુનો ગાડા મારગ જે ખૂબજ સાંકડો અને ઉંડો છે જેમાં ચાલી શકાય તેવી સ્થિતિ નથી. આ વાતની જાણ કેબિનેટ મંત્રી જયેશભાઇ રાદડીયાને થતાં તેઓએ ખેડૂતોની વહારે આવીને પોતે ખેડૂતોની સાથે પગપાળા જઇને સ્થિતિનો તાગ મેળવી હાલની રસ્તા માટેની તમામ પૂરક વ્યવસ્થા કરી અને આવતા દિવસોમાં આ રસ્તો પાકો અને પહોળો કરી આપવા માટે જે તે વિભાગને સુચના આપી હતી.

(11:50 am IST)