Gujarati News

Gujarati News

News of Monday, 7th September 2020

ભાયાવદરમાં જાહેરમાં જુગાર રમતા ૩ પત્તાપ્રેમી પકડાયા

રાજકોટ, તા. ૭ : ભાયાવદરમાં જાહેરમાં જુગાર રમતા ત્રણ પત્તાપ્રેમીઓ પોલીસની ઝપટે ચડી ગયા હતાં.

મળતી વિગતો મુજબ ભાયાવદર પાવરીયા ધાર ગણેશ મીલની બાજુમાં જાહેરમાં જુગાર રમતા ઉમેશ પ્રવિણભાઇ વાઘેલા, જયેશ વિનુભાઇ મકવાણા તથા અરવિંદ જેમાભાઇ મકવાણાને રોકડા રૂ. ૬૮૦ અને ગંજીપત્તા સાથે ભાયાવદરના પો.કો. વિરમભાઇ ભાંભાએ પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

(11:51 am IST)