Gujarati News

Gujarati News

News of Monday, 7th September 2020

પોરબંદર મેમણવાડાના ગંદકી અને રસ્તાઓના પ્રશ્ને તંત્રને જગાડવા ઢોલ વગાડીને નવતર રજુઆત

(પરેશ પારેખ દ્વારા)પોરબંદર,તા.૭: મેમણવાડા વિસ્તારમાં ગંદકી તથા ખાડાવાળા રસ્તાના પ્રશ્ને પાલિકા તંત્ર દાદ આપતુ ન હોય. તંત્રને જગાડવા નવતર રજુઆત ઓલ ઇન્ડિયા મેમણ જમાત ફાઉન્ડેશનના વાઇઝ પ્રેસીડેન્ટ ફારૂકભાઇ સુર્યાની આગેવાની હેઠળ કરવામાં આવી હતી.

મેમણ વાડાના અઝહરી કોલોની અને આસપાસના સમગ્ર વિસ્તર, ખત્રીવાડ, તકિયા વિસ્તર, નગીનદાસ મોદી વિસ્તર, જૂની ખડપીઠ વિસ્તરમાં ગંદકી ફેલાયેલી છે. આ વિસ્તારમાં નિયમિત સફાઈ થતી નથી. આ વિસ્તરમાં રસ્તાના કામ થયા નથી અને જેના કારણે રસ્તા ખાડા વારા હોઈ ગટર નું પાણી ખાડાઓમાં દિવસો સુધી ભરાયેલું રહે છે અને તેમાં મચ્છરોના ઝુંડ થવાના કારણે આ વિસ્તરમાં રોગચારો વધી રહ્યો છે.આ ઉપરાંત આ સમગ્ર વિસ્તરમાં ગંદકી ફેલાયેલી છે.

હાલ માં કોરોના ની મહામારી ચાલી રહી છે ત્યારેઙ્ગ આ વિસ્તારમાં ડેન્ગ્યુ અને મેલેરિયા જેવા રોગો પ્રમાણમાં વધી રહ્યા છે. અને ગંદકીના કારણે મચ્છરો થાય છે.

આ વિસ્તારમાં રોડ અને રસ્તા તો બન્યા જ નથી અને આ વિસ્તારથી ઓરમાયું વર્તન રાખી ને ગંદકી પણ સાફ કરવામાં ના આવે તે અસહ્ય બાબત છે. વળી, આ વિસ્તારમાં ભુંડ ખાસ કરીને મૂકી જવામાં આવતા હોઈ તે રીતેઙ્ગ સમગ્ર વિસ્તરમાં ત્રાસ વધ્યો છે. આ વિસ્તારમાં મોટાભાગની સ્ટ્રીટ લઈટ બંધ છે અને વિસ્તરમાં અંધારપટ જેવો માહોલ હોઈ આઙ્ગ વિસ્તારના રહેવાસીઓ  દાદ ન આપતા નગરપાલિકા એ રજુઆત કરી હતી અને નગરપાલિકા બાકી વેરાઓ જેમ ઢોલ વગાડી નેઙ્ગ ઉગરાવે છે તે રીતે ઢોલ વગાડીને નગરપાલિકાઙ્ગ ના સત્ત્।ાધીશો આ આવાજ સાંભરે તે માટે ઢોલ વગાડી ને રજૂઆત  ફારૂકભાઇ સુર્યા વાઈઝ પ્રેસિડેન્ટ ઓલ ઇન્ડિયા મેમણ જમાત ફેડરેશનની આગેવાની હેઠળ કરવામાંઆવી હતી.

(1:17 pm IST)