Gujarati News

Gujarati News

News of Monday, 7th September 2020

નવાગામ (મહોબતપુરા) ગામે જુગાર રમતા ૮ ઝડપાયા

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ તા. ૭ : વંથલી તાબેના નવાગામ (મહોબતપુરા)ના રહીશ હબીબ સુલેમાન ગામેતી તથા જુનાગઢના રહીશ મહમદ અલ્લારખા બંને જણ ભાગીદારીમાં નવાગામ (મહોબતપુરા) ગોકુલનગર પ્લોટ વિસ્તારમાં આવેલ હબીબ સુલેમાન જુગારનો અખાડો ચલાવે છે તેવી હકીકત આધારે રેઇડ કરતા જુગાર રમતા (૧) મહમદ અલ્લારખા સમા ગામેતી (ઉ.પ૬) રહે. જુનાગઢ સક્કરબાગ રામદેવપરા હુશેની ચોક (ર) ઉમરભાઇ મામદભાઇ સમા ગામેતી ઉ.વ.પપ રહ.ેનવાગામ મહોબતપુરા પ્લોટ વિસ્તાર (૩) અલ્લારખા ઇસ્માઇલભાઇ સમા ગામેતી ઉ.૪૦ રહે. નવાગામ ગામેતી પાટી (૪) ભાણજીભાઇ દુદાભાઇ સોલંકી અનુજાતી ઉ.૪ર રહે. ખડપીપળી ગામ તા.મેંદરડા (પ) મનોજભાઇ ચંદુભાઇ મારૂ વાણંદ ઉ.૪૧ રહે. આલીધ્રા ગામ અવેડા પાસે, તા.મેંદરડા (૬)  કાંતીભાઇ જીવનભાઇ સખીયા પટેલ ઉ.પર રહે. આલીધ્રાગામ, હનુમાન મંદિર પાસે, મેંદરડા (૭) શરદભાઇ ડાયાભાઇ ટીલવા ઉ.પ૦ રહે .આલીધ્રાગામ પાદર ચોક તા.મેંદરડા (૮) મગનભાઇ નાનજીભાઇ કમાણી પટેલ ઉ.૬૦ રહે. ગાઠીલાગામ તા.વંથલીને રોકડ રૂપિયા ૩ર,પ૩૦/- મોબાઇલ ફોન નંગ-૪ કિ. રૂ. ૧૧,૦૦૦/- મો.સા.૩ કિ. રૂ. ૭પ,૦૦૦/-મળી કુલ કિ. રૂ. ૧૧૮,પ૩૦/- સાથે ઝડપી લીધા હતા.

ક્રાઇમ બ્રાન્ચના ઇચા.પો.ઇન્સ. શ્રી આર.કે.ગોહિલ તથા પો.સ.ઇ.શ્રી ડી.જી.બડવા તથા પો.હેડ. કોન્સ એસ.એ.બેલીમ, ડી.આર.નંદાણીયા, વિ.કે. ચાવડા, બી.કે. સોનારા, ભરતભાઇ બી.ઓડેદરા, જીતેષ એચ.મારૂ, નિકુલ એમ. પટેલ પો.કોન્સ. ડાયાભાઇ કરમટા, યશપાલસિંહ જાડેજા, દિનેશભાઇ કરંગીયા, દિવ્યેશકુમાર ડાભી, ભરતભાઇ સોલંકી, જયદિપભાઇ કનેરીયા વિગેરે પોલીસ સ્ટાફેે સાથે રહી  આ કામગીરી કરેલ છે

(1:24 pm IST)