Gujarati News

Gujarati News

News of Monday, 7th September 2020

જુનાગઢમાં રાત્રે નશામાં ધૂત કાર ચાલકે ત્રણ વ્યકિત-વાહનોને હડફેટમાં લીધા

લોકોએ ઝડપી નશાખોરને મેથીપાક આપ્યો

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ તા. ૭ : જુનાગઢમાં રાત્રે નશામાં ધુત કાર ચાલકે ત્રણ લોકો અને ત્રણ વાહનોને હડફેટમાં લઇને અકસ્માત સર્જયો હતો.

જો કે પોલીસ આવે તે પહેલા લોકોએ આ કાર ચાલકને ઝડપી લઇ તેને મેથી પાક આપ્યો હતો.

શહેરમાં ગઇ રાત્ર ે૯-૩૦ ના અરસામાં સરદાર બાગ તરફથી આવેલી જી.જે.૧૧-બી.એચ. ૯૭૮પ નંબરની વેગનઆર કાર બસ સ્ટેન્ડ રોડ બેકાબુ બની હતી.

આ કારના ચાલકે રસ્તામાં બે વ્યકિતને હડફેટમાં લીધી હતી અને બાદમાં ત્રિમૂર્તિ હોસ્પિટલના ઓટા સાથે અથડાવીને કાર ચાલકે એક વ્યકિતને ઉડાડી અને ત્રણ વાહનોને હડફેટમાં લીધા હતા.

આ અકસ્માતના પગલે હોસ્પિટલ તેમજ આસપાસમાંથી દોડી આવેલા લોકોએ કાર ચાલકને બહાર કાઢીને લમધાર્યો હતો.

પરંતુ આ કાર ચાલક નશામા ધુત હોવાનું જણાતા લોકોએ વધુ મેથીપાક આપ્યો હતો.

આ અંગેની જાણ થતા બી ડીવીઝન પોલીસે દોડી આવીને કાર ચાલકને પકડી પોલીસ મથકે લઇ ગઇ હતી.

હિટ એન્ડ રનની ઘટનામાં ઇજા પમેલ ત્રણ વ્યકિતને સારવાર માટે ખસેડી પોલીસે ધોરણસરની કાર્યવાહી કરી હતી.

(1:26 pm IST)