Gujarati News

Gujarati News

News of Monday, 7th September 2020

ખંભાળીયા-દ્વારકા પંથકમાં જુગાર રમતા મહિલા સહિત ૧૪ ઝડપાયા

ખંભાળીયા, તા. ૭ : ખંભાળીયાના કજુરડા ગામની સીમમાં જાહેરમાં જુગાર રમતા ભાવસિંહ ચંદુભા જાડેજા, હનુભા દિલુભા જાડેજા, ધર્મેન્દ્રસિંહ જાલમસંગ સોઢાને રોકડ ૭૦૬પની મતા સાથે ઝડપી લીધા હતાં. રેઇડ દરમિયાન કરણસિંહ ઉર્ફે કાનો વિભાજી જાડેજા, દોલતસિંહ પંચાણજી જાડેજા, બ્રિજરાજસિંહ વનરાજસિંહ જાડેજા, જીતેન્દ્રસિંહ સદુભા વાઢેર નાશી છુટતા તમામ વિરૂદ્ધ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

દ્વારકાના નરસંગ ટેકરી વિસ્તારમાં જુગાર રમતા ભારતીબેન ભીખુભા માણેક, બિનાબેન નરશીભાઇ તાવડી, સુમીબેન થાર્યાભા માણેક, રમાબેન રાણાભા સુમણીયાને રોકડ ર૪૧૦ની મતા સાથે ઝડપી લીધા હતાં. વરવાળામાં જુગાર રમતા હિતેશ ધરમશી સામાણી, અશોક દયાળજી કાનાણી, નેહબેન વંદન દતાણી, અમૃતાબેન ધનસુખ સામાણી, વનિતાબેન ગોપાલદાસ જાખરીયાને રોકડ પ૦૯૦ સાથે ઝડપી લઇ કાર્યવાહી કરી હતી. મીઠાપુરના નવનીત હોટેલની સામે જાહેરમાં મોબાઇલ ફોનમાં લુડો રમી પૈસાની હારજીત કરતા રૂપસિંહ અરજણભા માણેક, રાજેશ કમા થારૂને ૩૦ર૦ની મતા સાથે ઝડપી લઇ ગુનો નોંધ્યો છે.

સલાયામાં બોલેરો ચાલક બિયરના ટીન સાથે ઝડપાયો

સલાયા ચેક પોસ્ટ પાસેથી પસાર થતી જી.જે.૧૦-વાય-૯પ૬૮ નંબરની બ્લેક કલરની બોલેરો કાર લઇને નિકળતા તેને રોકી તલાશી લેવામાં આવતા તેમાંથી બિયરના ટીન નંગ-૬ કિ.રૂ. ૬૦૦ના મળી આવતા પોલીસે બોલેરો ચાલક ગોંઇજ ગામના તેજા વિરપાર મશુરાને બિયરના ટીન, મોબાઇલ તથા બોલેરો કાર મળી કુલ રૂ. ૧,પપ,૬૦૦ના મુદામાલ સાથે અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જયારે ખંભાળીયા તાલુકાના હાબરડી ગામ પાસેથી જીજે-૩૭એફ-૧૮૭૧ નંબરની હોન્ડા સીટી બાઇક નિકળતા તેને રોકી તલાશી લેતા બાઇક સવાર જોધા ભીખા સાખરા રહે. રાણ તા. કલ્યાણપુર વાળા પાસેથી વિદેશી દારૂની બોટલ નંગ-૧૪ કિ.રૂ. પ૬૦૦ની મળી આવતા પોલીસે બાઇક તથા દારૂના જથ્થા સાથે બાઇક સવારની ઝડપી લઇ પૂછપરછ હાથ ધરતા તેમણે સોનારડી ગામે રહેતા જુવાનસંગ ભીખુભા જાડેજાનું નામ આપતા પોલીસે ફરાર જાહેર કરી શોધખોળ હાથ ધરી છે.

(1:30 pm IST)