Gujarati News

Gujarati News

News of Thursday, 6th October 2022

ઉપલેટામાં સમસ્ત આહીર સમાજ ઉપલેટા દ્વાર શરદ પૂનમની રઢિયાળી રાત્રે યોજાશે દાંડિયાની રમઝટ

પરંપરાગત પોશાકમાં જોવા મળશે આહીર સમાજના પુરૂષો અને મહિલાઓ

 ઉપલેટામાં શરદ પૂનમની રઢિયાળી રાત્રે સમસ્ત આહીર સમાજ ઉપલેટા દ્વારા શહેરના આર્યશ પાર્ટી પ્લોટ ખાતે આગામી તા. ૦૯-૧૦-૨૦૨૨ ને રવિવારના રોજ શરદોત્સવ ઉજવાશે જેમાં બહોળી સંખ્યામાં આ ઉત્સવમાં  આહીર સમાજના પરંપરાગત પોશાકમાં જોવા મળશે આહીર સમાજના પુરૂષો અને મહિલાઓ જોવા મળશે.

કોરોના બાદ નવરાત્રી મહોત્સવની ધામે ધુમે ઉજવણી થઈ રહી છે ત્યાર ઉપલેટા સમસ્ત આહીર સમાજ દ્વારા આ વર્ષ શરદ પૂનમની રઢિયાળી રાત્રિએ આહીર સમાજ દ્વારા આયોજિત આ મહોત્સવની અંદર સમાજના આગેવાનો, નેતાઓ, અગ્રહીઓ અને યુવાનો તેમજ યુવતીઓ આહીર સમાજનાં પરંપરાગત પહેરવેશમાં જોવા મળશે તેવું આયોજકો દ્વારા તેમની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

(1:04 am IST)