Gujarati News

Gujarati News

News of Friday, 7th October 2022

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં SVEEP પ્રવૃત્તિ અંતર્ગત પોસ્ટર મેકિંગ સ્પર્ધા યોજાઈ

દેવભૂમિ દ્વારકા:વિધાન સભાની ચૂંટણી નજીક આવી રહી છે. ત્યારે લોકોમાં મતદાન અંગે જાગૃતિ લાવવા વિવિધ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત આજે કલ્યાણપુર તાલકાના લાંબા ગામે આવેલ સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળામાં તેમજ દ્વારકા તાલુકાની એનડીએચ હાઈસ્કૂલમાં  પોસ્ટરમેકિંગ સ્પર્ધા યોજવામાં આવી હતી.

 કલ્યાણપુર તાલુકા  લાંબા ગામે આવેલ સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળામાં sveep અંતર્ગત ચિત્ર સ્પર્ધા, પોસ્ટર સ્પર્ધા તથા સ્લોગન લેખન સ્પર્ધા યોજાઈ હતી. જેમાં શાળાના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લઈ ચિત્ર દોરેલ તથા પોસ્ટર બનાવ્યા હતા.

 આ કાર્યક્રમમાં વિધાર્થીઓને તેમના મોટા ભાઈ/બહેન, માતા/પિતા તથા દાદા/દાદી, સગા સબંધીઓના આધાર નંબરને એપિક કાર્ડ સાથે લિંક કરવા તથા આગામી ચૂંટણીમાં અચૂક મતદાન કરવા માટે જરૂરી સૂચના આપવામાં આવી હતી.

(1:09 am IST)