Gujarati News

Gujarati News

News of Friday, 7th October 2022

આમરણમાં વિજયાદશમી પર્વની ઉજવણી

આમરણ, તા.૭: આમરણના ડાયમંડનગર ખાતે ગૌશાળા સેવા સમિતિ સંચાલન ઉમિયા ગરબા મંડળના ઉપક્રમે વિજયા દશમી પર્વની આજે મોડી સાંજે ભવ્‍ય ઉજવણી કરવામાં આવી હતી. વિશાળકાય રાવણનું દહન કરી અધર્મ સામે ધર્મનો વિજયોત્‍સવ મનાવાયો હતો. ઉમિયા ચોકમાં યોજાયેલ આ કાર્યક્રમની મોટી સંખ્‍યામાં લોકોએ હાજરી આપી હતી. રામસીતા હનુમાનજીની વેશભૂષામાં સજ્જ પાત્રોએ આકર્ષણ જમાવ્‍યુ હતું. આ પ્રસંગે આર.એસ.એસ દ્વારા શસ્‍ત્રપૂજન કાર્યક્રમ પણ યોજાયો હતો. ગગનભેદી આતશબાજી સાથે કાર્યક્રમ સંપન્‍ન થયો હતો.(તસ્‍વીર-અહેવાલઃ મહેશ પંડયાઃ આમરણ)

(10:36 am IST)