Gujarati News

Gujarati News

News of Friday, 7th October 2022

જામનગરમાં નરેન્‍દ્રભાઇનો કાર્યક્રમ દિપી ઉઠે અને હાલારી સંસ્‍કૃતિ ઝળકે તેવું આયોજન

બ્રિજેશ મેરજાની અધ્‍યક્ષતામાં ઉચ્‍ચસ્‍તરીય સમીક્ષા બેઠક યોજાઇ : જિલ્લા કલેકટર ડો. સૌરભ પારઘીએ સ્‍થળ નિરીક્ષણ કર્યું

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા. ૭ : વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદી આગામી તારીખ ૧૦ ઓક્‍ટોબરના રોજ જામનગર જિલ્લાની મુલાકાતે પધારનાર છે. જયાં તેઓ સૌની યોજના, જામનગર મહાનગરપાલિકા, પાણી પુરવઠા યોજના તથા હરીપર ખાતે સૌર ઉર્જા આધારિત વીજ પરીયોજનાના રૂ.૧૪૬૨ કરોડના ખર્ચે ૯ જેટલા વિકાસ પ્રકલ્‍પોના લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કરનાર છે. જે કાર્યક્રમ સુચારૂ રીતે યોજાય તથા તમામ આનુસંગિક વ્‍યવસ્‍થાઓ જળવાય રહે તે હેતુથી જિલ્લાના પ્રભારી મંત્રી તથા રાજય મંત્રીશ્રી બ્રિજેશભાઈ મેરજાના અધ્‍યક્ષ સ્‍થાને ઉચ્‍ચ સ્‍તરીય બેઠકનું આયોજન કરવામાં આવ્‍યું હતું.
જેમાં મંત્રીશ્રીએ ઉપસ્‍થિત પદાધિકારીશ્રીઓ તથા અધિકારીશ્રીઓને સૂચન કરતા જણાવ્‍યું હતું કે સમગ્ર કાર્યક્રમમાં હાલારની સંસ્‍કૃતિ ઝળકે તથા સમગ્ર કાર્યક્રમ દીપી ઊઠે તેવી વ્‍યવસ્‍થાઓ સુનિશ્ચિત થાય તે જરૂરી છે. તદુપરાંત મંત્રીશ્રીએ રૂટ વ્‍યવસ્‍થા, પાર્કિંગ વ્‍યવસ્‍થા, સ્‍ટેજ વ્‍યવસ્‍થા, સમગ્ર જિલ્લામાંથી આવતા નાગરિકો માટે સૂચિત પાર્કિંગ તથા અન્‍ય આનુસંગિક વ્‍યવસ્‍થાઓ, લોકોના આવાગમન માટેની વ્‍યવસ્‍થાઓ, બેનર્સ-હોર્ડીગ સહિત પ્રચાર પ્રસારની વ્‍યવસ્‍થાઓ વગેરે બાબતે જરૂરી સમીક્ષાઓ કરી હતી. બેઠકમાં ધારાસભ્‍યશ્રી, મેયરશ્રી, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી, કલેકટરશ્રી, કમિશનરશ્રી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી વગેરે દ્વારા રજૂ કરાયેલ સૂચનો પરત્‍વે પણ મંત્રીશ્રીએ જરૂરી માર્ગદર્શન પૂરૂ પાડ્‍યું હતું.
આ બેઠકમાં ધારાસભ્‍ય શ્રી આર.સી ફળદુ તથા શ્રી ધર્મેન્‍દ્રસિંહ જાડેજા, મેયર શ્રીમતી બીનાબેન કોઠારી, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી ધરમશીભાઈ ચનિયારા, પ્રભારી સચિવ તથા રાજયના લેબર કમિશનરશ્રી અનુપમ આનંદ, ઇરીગેશન સેક્રેટરી શ્રી પટેલ, જિલ્લા કલેકટરશ્રી ડો.સૌરભ પારઘી, મ્‍યુનિસિપલ કમિશનરશ્રી વિજય ખરાડી, જિલ્લા વિકાસ અધિકારી શ્રી મિહિર પટેલ, શ્રી રમેશભાઇ મુંગરા, શ્રી વિમલભાઇ કગથરા, સર્વે પ્રાંત અધિકારીશ્રીઓ તથા વિવિધ સમિતિઓના નોડલ ઓફીસરશ્રીઓ ઉપસ્‍થિત રહ્યાં હતા.  
જિલ્લાના રૂા. ૧૪૬૨ કરોડના વિવિધ ૯ વિકાસ પ્રકલ્‍પોના લોકાર્પણ તથા ખાતમુહૂર્ત યોજાશે
આગામી તા.૧૦ ઓક્‍ટોબરના રોજ વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદી જામનગર જિલ્લાની મુલાકાતે પધારનાર છે જેમાં તેઓ જિલ્લાના રૂ.૧૪૬૨ કરોડના ખર્ચે વિવિધ ૯ જેટલાં વિકાસ પ્રકલ્‍પોના લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કરશે.
જેમાં વડાપ્રધાનશ્રી જળ સંપતિ વિભાગના સૌની યોજના લિંક-૩, પેકેજ-૭નું રૂા.૭૨૯.૧૫ કરોડ, સૌની યોજના લિંક-૧, પેકેજ-૫નું રૂા.૩૧૪.૬૯ કરોડ તેમજ હરિપર ખાતે ગુજરાત સ્‍ટેટ ઇલેક્‍ટ્રિસિટી કોર્પોરેશન લી. હસ્‍તકના રૂા.૧૭૬.૮૯ કરોડના ખર્ચે નિર્માણ પામેલ ૪૦ મેગાવોટ સોલાર પી.વી. પ્રોજેક્‍ટનું લોકાર્પણ કરશે.
તદુપરાંત વડાપ્રધાનશ્રીના હસ્‍તે ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્‍યવસ્‍થા બોર્ડના રૂા.૩૯.૨૪ કરોડના ખર્ચે કાલાવડ જૂથ સુધારણા પાણી પુરવઠા યોજના તથા રૂા.૨૪.૭૪ કરોડના ખર્ચે મોરબી-માળિયા-જોડીયા જૂથ સુધારણા પાણી પુરવઠા યોજના તેમજ જામનગર મહાનગરપાલિકા હસ્‍તકના રૂા.૬૫ કરોડના ખર્ચે નિર્માણ પામનાર લાલપુર બાયપાસ ફલાય ઓવર બ્રીજ, રૂા.૫૬ કરોડના ખર્ચે અન્‍ડરગ્રાઉન્‍ડ ડ્રેનેજ નેટવર્ક તથા પપીંગ મશીનરી રીફર્નીસ્‍ડ વર્ક, રૂા.૪૧.૮૯ કરોડના ખર્ચે નિર્માણ પામનાર હાપા માર્કેટિંગ યાર્ડ રેલવે ઓવરબ્રીજ તથા રૂા.૧૪.૪૪  કરોડના ખર્ચે ૩૫ બેડ ના અર્બન કોમ્‍યુનિટી હેલ્‍થ સેન્‍ટરનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવશે.
આગામી તા. ૧૦ ઓક્‍ટોબરના રોજ વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદી જામનગરની મુલાકાતે પધારનાર છે જેમાં તેઓ રૂા.૧૪૬૨ કરોડના ખર્ચે વિવિધ ૯ જેટલા વિકાસ પ્રકલ્‍પોના લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કરનાર છે.
ત્‍યારે વડાપ્રધાનશ્રીની મુલાકાત સંદર્ભે જિલ્લા કલેકટર ડો. સૌરભ પારધીના અધ્‍યક્ષ સ્‍થાને જિલ્લાના ઉચ્‍ચ અધિકારીશ્રીઓ સાથેની સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્‍યું હતું જેમાં કલેક્‍ટરશ્રીએ કાર્યક્રમને અનુરૂપ આયોજન, અમલીકરણ, સંકલન વગેરેને લગતી જરૂરી વ્‍યવસ્‍થાઓ સુનિヘતિ કરવા ઉપસ્‍થિત અધિકારીશ્રીઓને માર્ગદર્શન પૂરું પાડી જરૂરી સૂચનો કર્યા હતા.
બેઠકમાં કલેકટરશ્રીએ મંડપ વ્‍યવસ્‍થા, મુખ્‍ય સ્‍ટેજ વ્‍યવસ્‍થા, બેઠક વ્‍યવસ્‍થા, વિકાસ કામોના લોકાર્પણ તથા ખાતમુહૂર્ત અંગેની આનુસંગિક વ્‍યવસ્‍થા, સુરક્ષા, કાયદો વ્‍યવસ્‍થાપન તથા ટ્રાફિક નિયમની વ્‍યવસ્‍થા, સાંસ્‍કૃતિક કાર્યક્રમો, પરિવહન વ્‍યવસ્‍થા, વાહન વ્‍યવહાર મોનિટરીંગ વગેરે બાબતે ઉપસ્‍થિત અધિકારીઓ સાથે જરૂરી ચર્ચાઓ કરી માર્ગદર્શન પુરૂ પાડયું હતું. બેઠક પુર્ણ થયા બાદ જિલ્લા કલેકટરશ્રી, મ્‍યુનિસીપલ કમિશ્નરશ્રી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી, અધિક નિવાસી કલેકટરશ્રી, માર્ગ અને મકાન વિભાગ રાજય તથા પંચાયતના કાર્યપાલક ઇજનેરશ્રીઓ વગેરેએ કાર્યક્રમ સ્‍થળની મુલાકાત લઇ કાર્યક્રમને અનુરૂપ જરૂરી વ્‍યવસ્‍થાઓ સુનિヘતિ કરી હતી.

 

(11:30 am IST)