Gujarati News

Gujarati News

News of Friday, 7th October 2022

દ્વારકા જિલ્લામાં મતદાર જાગૃતિ માટે ફેકટરીઓ તથા સંસ્‍થાઓ માટે તેર એમ.ઓ.યુ. થયા

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળિયા તા.૬ : દ્વારકા જિલ્લામાં જિલ્લાના વિવિધ ઔદ્યોગિક એકમો તથા સંસ્‍થાઓના પ્રતિનિધિઓ સાથે જિલ્લા ચુંટણી અધિકારી તથા જિલ્લા કલેકટરરી એમ.એ.પંડયા દ્વારા મતદાન જાગૃતિ માટે તમામ અધિકારી કર્મચારીઓ શ્રમયોગીની મતદાર તરીકે નોંધણી થાય તથા મતદાર જાગૃતિ માટે સ્‍વીપ કાર્યક્રમો માટે સહયોગનું આયોજન થયુ છે.

મતદાર જાગૃતિ માટેના કાર્યક્રમો માટે કુલ તેર એમ.ઓ.યુ. કરવામાં આવ્‍યા જેમાં તાતા કેમિકલ મીઠાપુર, આર.એસ.પી.એલ.સી. કુરંગા, વેદાંતા કેઇન ઇન્‍ડીયા ભોગાત, કે.પી.એન.નું ભાટીયા મિનરલ કાુ. ખંભાળિયા સાથે એમ.ઓ. યુ. થયા જેના અધિકારી શ્રમયોગી કુલ ૮૦૭ર છે.

આ ઉપરાંત વિવિધ સંસ્‍થાઓ લાયન્‍સ કલબ ખંભાળિયા, ઇન્‍ડીયન રેડક્રોસ, પી.એમ. પોષણ  યોજના, આઇ.ઓ.સી.એલ. વાડીનાર, એફ.પી.એસ.એસો. દ્વારકા જિલ્લો, ડીસ્‍ટ્રીકટ  કો.ઓ. બેંક જામનગરના કુલ ૧૦૧૮૦ કર્મચારીઓની સંખ્‍યા છે. તેમની સાથે પણ એમ.ઓ.યુ. કરીને તમામ એકમો તથા સંસ્‍થાના કર્મચારીઓને પ્રતિજ્ઞા લેવડાવવા તથા મતદાન અવશ્‍ય કરશે તે માટે તમામ એકમો તથા  સંસ્‍થાના પ્રતિનિધિઓએ સહીઓ કરી ખાત્રી આપી હતી.

(11:45 am IST)