Gujarati News

Gujarati News

News of Friday, 7th October 2022

બગસરામાં બસ ચેકિંગ કરતા કટકીબાજ ઝડપાયો

(સમીર વિરાણી દ્વારા) બગસરા, તા. ૭ :  બગસરામાં એસટી બસ એસટી ડેપોમાં ચેકિંગ કરતા અધિકારીઓને કટકી બાજ કંડકટર ઝડપાયો મળતી માહિતી મુજબ બગસરા એસટી ડેપોમાં અમરેલી થી માંગરોળ તરફ જતી બસ માં બગસરા એસટી ડેપોમાં ચેકિંગ કરતા અધિકારી સુરક્ષા અધિકારી દ્વારા ચેક કરતા એસ.પી ભારાઈ તથા જીએસ વાળા ટી આઈ તથા ડીબી તેરૈયા ડ્રાઇવર અચાનક બગસરા ડેપોમાં અમરેલી માંગરોળ રૃટની બસ ચેકિંગ કરતા જેમાં કટકી બાજ કંડકટર બેજ નંબર ૩૪૮ હારુનભાઈ એસ ભાટા રૃપિયા ૨૪ વાળી એક ટિકિટ બાકી રાખેલ જેને ચેકિંગ કરતા કંડકટર પકડાઈ ગયેલ જેથી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી (તસવીર સમીર વીરાણી બગસરા)

(11:49 am IST)