Gujarati News

Gujarati News

News of Friday, 7th October 2022

જશ્‍ને-ઇદ-એ-મિલાદુન્‍નબી

યૌમ એટલે કે દિવસ ઇદ એટલે ખુશી મિલાદ એટલે જન્‍મ નબી એટલે ઇશ્વર ના દૂત યૌમ મિલાદુન્નબી એટલે ઇશ્વરના દૂતની જન્‍મ દિવસની ખુશાલી

ઇસ્‍લામ ધર્મના મહાન પયગંબર હઝરત મહંમદ સાહેબના જન્‍મનો દિવસ ઇસ્‍લામી કેલેન્‍ડર મુજબ રબીઉલ અવ્‍વલ મહીનાની બારમી તારીખે અને ઇ.સ. મુજબ સન. પ૭૦ માં એપ્રિલ માસની તેરમી તારીખ અથવા સને. પ૭૧ માં એપ્રિલ માસની બાવીસમી તારીખે  જન્‍મ થયો.

હિજરી સન અગીયારમાં રબ્‍બીઉલ અવ્‍વલ માસની બારમી તારીખ અને ઇ. સ. મુજબની સાલ માં આઠમી જૂને આપ સાહેબ આ જગતથી પર્દાપોષ થયા. રબ્‍બીઉલ અવ્‍વલ માસની જે બારમી તારીખે આપનો જન્‍મ થયો એ જ તારીખે આપ આ જગતથી પર્દાપોષ થયા. સમગ્ર જગતમાં પયગંબર સાહેબનો આ દિવસ કોઇપણ ખૂણો કે દિશા બાકી નહી હોય જયાં આ દિવસ મનાવવામાં આવતો નહી હોય.

કાલીમાર્કસથી માંડી લેનિન અને મહાત્‍મા ગાંધી. જવાહરલાલ નેહરૂ થી માંડી જયોર્જ ફર્નાડશો જેવી વિશ્વ સન્‍માનિય વિભૂતીઓ એ હઝરત મહંમદ સાહેના જીવન કવનના વિવિધ પાસાઓ ઉપર પ્રકાશ ફેંકી શાંતી સમાનતા માનવતા પ્રકાશ પ્રગતિ અને ક્રાન્‍તીના પરિળ તરીકે આપને બિરદાવ્‍યા છે. પયગંબર સાહેબના જીવન અને કવનનું મૂલ્‍યાંકન કરવું હોય તો એ રીતે કરી શકાય આ જગતને તેણે જે ઉચ્‍ચ મૂલ્‍યોની ભેટ આપી છે. તે દરેક સમય અને સંજોગોમાં જેટલા એ સમયે ઉપયોગી હતા તેટલા આજે પણ ઉપયોગી છે.

હઝરત મહંમદ સાહેબે આ જગતને જયારે ઇસ્‍લામનો સંદેશો આપ્‍યો અને જે મુલ્‍યો સ્‍થાપિત કર્યા તેમાં જીવનના  તમામ પાસા અને આવરી લેવાયા છે. રાજય કરવાથી માંડી વ્‍યકિતગત જીવનમાં કેમ જીવવા જોઇએ સમાજની સાથે કેવો વ્‍યવહાર રખવો જોઇએ વગેરે જીણી જીણી બાબતોમાં પણ તેણે પોતે અમલ કરીને સમાજ સમક્ષ સુંદર દ્રષ્‍ટાંત પુરૂ પાડયું છે.

અરબી ભાષામાં પયગંબર સાહેબને રહેમતુલ આલમિન કહેવામાં આવે છે. તેનો અર્થ એ થાય છે કે તેઓ સમગ્ર વિશ્વ માટે કૃપાની દ્રષ્‍ટિ ધરાવતા હતા તેઓ જે સંદેશો આપતા હતા તે સમગ્ર વિશ્વ માટે બધી જ રાષ્‍ટ્રીયતાઓ માટે આપતા હતા તેઓ કેવળ અરબસ્‍તાન માટે કે મુસ્‍લિમો માટેનાં જ પયગંબર નહોતા જો એવું હોત તો તેમને રહેમતુલ લીલ આલમીનના બદલે રહેમતુલ લીલ મુસ્‍લેમિન કહેવામાં આવત.

લકુમ દીન કુમ વલ યુ દીન મલતબ કે તમારો ધર્મ તમારી સાથે મરો ધર્મ મારી સાથે કોઇ પણ ધર્મની ટીકા ન કરો કે કોઇના ભગવાનને ભલા બુરા ન કહો. જો તમે બીજા ધર્મનો આદર કરશો તો એ તમારા ધર્મનો આદર કરશે, ધર્મની ચર્ચા એવી રીતે ના કરો કે જેના કારણે વિખવાદ થઇ જાય યાદ રાખો કે ધર્મ એ માનવીની શ્રધ્‍ધાનો વિષય છે અને કોઇ પણ બળ જબરીથી લાદી ના શકાય.

કુરતા જેની રગેરગમાં વ્‍યાપેલી હોય દરેક વાત ઝનુનથી થતી હોય તેવા ભયંકર અરબ સમાજની વચ્‍ચે આ પ્રકારનો ઉપદેશ આપવો કેટલો કઠીન હોય ? સામેથી નોતરૂં દેવાનું જ ગણાય ને ભલા શિક્ષણનું કયાંય નામ નિશાન ન હતું.

પયગંબર સાહેબના મનથી શિક્ષણનું મૂલ્‍ય ઘણુ ઉંચુ હતું અને શિક્ષણ લેવા માટે અગર ચિન સુધી જવુ પડે તો પણ જાવ તેમ તેઓ ઉપદેશ આપતા અને કહેતા કે જે કોઇ પણ ઠેકાણે થી જે કાઇ પણ સારૂં મળે તે અપનાવી લ્‍યો.

કુરઆન શરિફમાં સૂર એ રહેમાનનો જે પાઠ છે તેમાં ઇશ્વરની આહ જગત પર જે કૃપાઓ છે તેનું વર્ણન છે ઇશ્વરે આ જગતમાં માનવીઓ માટે સમુદ્રો-નદીઓ-પહાડો-આકાશ, વૃક્ષો, ફળ, ફુલ, પશુ-પક્ષીઓ બનાવ્‍યા તે માટે ઇશ્વરનો ઉપકાર માનો અને કહ્યુ કે જ્ઞાન-વિજ્ઞાનની અનેક ક્ષિતિજો શોધવા માટે ઇશ્વરે માનવીને બુધ્‍ધિ આપી છે તે બુધ્‍ધિથી તેમને ઓળખો.

બુધ્‍ધિ અને બળથી ઇશ્વરની આહ ઉમદા ભેટોને સુવાંગ કરી જવી કે પોતાની સત્તા કે અધિકાર જમાવી દેવો એ ધર્મ વિરૂધ્‍ધનું કામ છે, કાયદો વ્‍યવસ્‍થા માટે રાજ્‍ય હોય તે બરાબર છે, રાજા નહીં લોક નો ચૂટેલો ખલીફા હોવો જોઇએ અને રાજ્‍ય લોકશાહી રીતે ચાલવું જોઇએ.

પયગંબર સાહેબની વાણીથી લોકોમાં સામાન્‍ય જનતામાં ખૂબ વ્‍યાપક અસર થતી હતી પરંતુ સ્‍થાપિત હીતો રોષે ભરાઇને સામે પણ પડયા હતા તેઓ તરફથી સામાન્‍ય જનતામાં ધાક બેસાડી આડુ અવળુ સમજાવી ઉશ્‍કેરાટ અને ભયનું વાતાવરણ ખડુ કરવામાં આવતુ હતુ અને એટલે સુધી કે પયગંબર સાહેબના એક સગા કાકા એ પણ આ વિરોધ વંટોળ ઉભો કરવામાં છેવટ સુધી આગેજાની ભર્યો ભાગ ભજવ્‍યો હતો.

જુદા-જુદા પ્રકાર અનેક ત્રાસની વચ્‍ચે પણ પયગંબર સાહેબે ઉપદેશ આપવાનું કામ અવિરત રીતે ચાલુ જ રાખ્‍ગુ અને ધીમે ધીમે લોકો પર તેની સારી અસર થવા લાગી અને લોકો આપની વાત સ્‍વીકારવા લાગ્‍યા હઝરત ખુદી જ તુલ કુબરા નામના એક શ્રીમંત સન્નારીને આપના આચાર-વિચાર પસંદ પડી ગયા અને તેઓ પયગંબર સાહેબ સાથે લગ્ન ગ્રંથીથી જોડાયા પયગંબર સાહેબ પાસે આવી જે મિલ્‍કત આપી તે તેમણે જરૂરીયાત વાળા ના આપી દીધી આવતીકાલની ચિંતા તેણે ઇશ્વર પર છોડી દીધી કોઇ મહેમાન કે સાધુ સંત તેમને આંગણે આવતા તો તેમને જમાડતા ભલે ને પછી તેને અપવાસ કરજાનો સમય આવે. અનેક કષ્‍ટો સહન કરીને પયગંબર સાહેબે ઇશ્વરનો સંદેશો જગતને આપ્‍યો જે ધીમે ધીમે કરતા સમગ્ર જગતમાં ફેલાઇ ગયો.

જગતના મહામાનવ હઝરત મહંમદ સાહેબની યાદમાં મનાવતા આ પવિત્ર દિવસે આપણે તેમનો જીવન કવનમાંથી પ્રેરણા લઇ તેમણે સમગ્ર જગતમાં શક્‍ય એટલો આચરણમાં મુકવા પ્રયત્‍ન કરીએ એ જ એ મહાપુરૂષને સાચી શ્રધ્‍ધાંજલી આપી ગણાશે. (૫.)

:સંકલનઃ

ઇકબાલ ગોરી

સાવરકુંડલા

(11:54 am IST)