Gujarati News

Gujarati News

News of Friday, 7th October 2022

સાવરકુંડલાના વોર્ડ નંબર ૬ વિસ્તારના લોકોની સલામતીને ધ્યાને લઇ હોમગાર્ડના પોઇન્ટ ચાલુ કરવા માંગ

ટાઉન પી.આઇ.,તેમજ ડી. વાય. એસ. પી. અને એસ. પી.ને લેખીતમાં રજુઆત કરતા નગરપાલિકા કોર્પોરેટર ધર્મેન્દ્ર મહેતા અને લાલાભાઇ ગોહિલ

(ઇકબાલ ગોરી દ્વારા) સાવરકુંડલા,તા.૭ : શહેરી વિસ્તારમાં ચોરી ના બનાવો બની રહ્યાં છે ત્યારે છેવાડાના વિસ્તારોમાં ચોરી ના બનાવો અટકાવવા માટે સાવરકુંડલા નગરપાલિકા કોર્પોરેટર ધર્મેન્દ્ર મહેતા અને લાલાભાઇ ગોહિલે સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનમાં પોલીસ ઇન્સ્પેકટર સાહેબ ને લેખીત રજુઆત કરી છે જેમા જણાવ્યું છે કે વોર્ડ નંબર ૬ના છેવાડાના વિસ્તારો આવેલા છે ત્યા અજાણ્યા લોકો ની મોડી રાત્રે અવર જવર થતી હોય જેથી હોમગાર્ડ ના પોઇન્ટ ચાલુ કરવા - જે પહેલા પોઇન્ટ ચાલુ હતા (૧) વિધુતનગર : ગીતાજંલી પાન પાસે ચોકમાં  : જેમા વિધુતનગર, વિધુતનગર સામેની વસાહત, શિવમપાર્ક સોસાયટી, ગાયત્રી સોસાયટી, આનંદપાર્ક સોસાયટી, ગાયત્રી ની બાજુનો વિસ્તાર, દેવીપૂજક વિસ્તાર નો સમાવેશ થાય છે  (૨) ઇન્દિરા વસાહત માલધારી ચોક માં : જેમા ફેન્ડ સોસાયટી, ઇન્દિરા વસાહત, યોગેશ્વર સોસાયટી, અંબિકા સોસાયટી, એશીયાડ સોસાયટી, વેલનાથપરા વિસ્તારનો સમાવેશ થાય છે  ઉપરોકત બંને ચોકમાં હોમગાર્ડના પોઇન્ટ ચાલુ કરવા માટે નગરપાલિકા કોર્પોરેટર ધર્મેન્દ્ર મહેતા અને લાલાભાઇ ગોહિલે સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનમાં લેખીત રજુઆત કર્યા નુ અખબારી યાદીમાં જણાવ્યું છે.

(4:33 pm IST)