Gujarati News

Gujarati News

News of Friday, 7th October 2022

પોરબંદરઃ ખરાબાની જમીન ઉપર રાજકીય ઓથથી વધતી પેશકદમીઓ

ધર્મશાષાો-પુરાણોમાં ગૌવંશની રક્ષાનું આહવાન કરાય છે ત્‍યારે ગૌચર જમીન ઉપરના ગેરકાયદે દબાણો વહેલી તકે દુર કરાવવા સરકાર કડક કાર્યવાહી કરે તેવી માંગણી

(હેમેન્‍દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર, તા., ૭: શ્રીમદ ભાગવતને કળીયુગમાં શ્રીકૃષ્‍ણનું સાક્ષાત સ્‍વરૂપ ગણવામાં આવે છે. ભકતો -સંતોઓએ પણ કળીયુગના પ્રભાવ વિષે આગમવાણી ભાખી છે તે વર્તમાન સ્‍થિતિ પસાર થઇ રહેલા સમયમાં અનુભવાય  છે. તેમાં દેવાયત પંડીતની ભવિષ્‍ય વાણી અને ગંગાસતી અને તેની શિષ્‍ટા પાનબાઇના ભજનરૂપી સંવાદો કળીયુગનો પ્રભાવ કેવો રહેશે. તે બતાવે છે.

વર્તમાન પસાર થઇ રહેલ આ કળીયુગી વાતાવરણ દંભ આડંબરનું પ્રમાણ ધીમી ગતીએ જોવા મળી રહેલ છે. કપરી દંભી અસત્‍ય વાણી ઉચ્‍ચરનારની બોલબાલા રહેશે.  કથાકારો  ગૌવંશ વિષે પોતાની પ્રભાવશાળી વાણી દ્વારા ઉચ્‍ચારણ કરે છે.તે સમજાવે છે. પરંતુ વર્તમાન સ્‍થિતિમાં કથા સ્‍વરૂપના દ્રષ્‍ટાંત સમજાવ્‍યાનું  દરેક ધર્મશાષાો પુરાણો ગૌવંશની રક્ષા માટે આહવાન કરે છે. સરકારશ્રીને પણ અનુરોધ કરે છે. ગૌવંશનું જતન કરો ગૌવંશ બચાવો? પોતે વહેવારમાં અનુકરણ કરે છે તે ગૌવંશની જમીન ગૌચારાની અનામત પર જમીન પર  રાજકીય વગ વાપરી પેશકદમી કરી ગૌચર અદ્રશ્‍ય કરી દીધેલ છે તેવું ચર્ચીત બન્‍યું છે.

યોગેશ્વરશ્રી કૃષ્‍ણ-ભકત સુદામાના ઉજ્જૈન પુર્વ કાળના ગુરૂનુ નામ જોડી દીધેલ. ખુદ સરકારમાંથી સત્‍ય હકીકત પર પડદો નાખી દેવામાં આવેલ પરંતુ પોરબંદરના નિડર સામાજીક કાર્યકર સ્‍પષ્‍ટ વકત તેમજ જાહેર હિતાર્થે અવાજ ઉઠાવતા અને જીવલેણ હુમલાનો ભોગ બનેલ. સ્‍વ. ભગુભાઇ હિરાલાલ દેવાણીની નજરમાં આવતા અનઅધિકૃત કબજો જમાવેલ ખરાબાની જમીન સંબંધે ગુજરાતની વડી અદાલતમાં ન્‍યાયકીય રજુઆત કરતા વડા અદાલતે આ ખરાબાની જે તે સમયની બજાર કિંમત ગણી જેટલી જમીન પર પેશકદમી ઉભી કરી અનઅધિકૃત કબજો કરેલ હોય તેની માપણી રકમ વસુલ કરવા સરકારશ્રીને હુકમ કરેલ અને સરકારશ્રી વતી પોરબંદર જીલ્લા કલેકટરશ્રી દ્વારા કાર્યવાહી કરવાની સુચના સરકારશ્રીએ આપેલ. વડી અદાલતના હુકમ પછી કોઇ પણ બન્‍યુ નથી. તેમ ગણી ખરાબાની જમીન જેની પર અનઅધિકૃત કબજો કરેલ તે માપણી કરી રકમ વસુલાત થતી ન હતી. જેથી સ્‍વ. ભગુભઇ દેવાણીએ ગુજરાતની વડી અદાલતમાં રજુઆત કરતા વડી અદાલતે લાલ આંખ કરતા આખરે જે તે સમયની બજાર કિંમત મુજબ રકમ વસુલવામાં આવી અને સરકારશ્રીને તિજોરીમાં જમા કરવામાં આવી ?

તાજેતરમાં જાણવા મળતી વિગત મુજબ રાજકોટ મુકામે એક રાજકીય પાર્ટીના મોભીઓ બોલાવેલ પત્રકાર પરીષદમાં એસી વિદ્યા પોરબંદર ગૌચર જમીન સંબંધે તેના દબાણ અને કાર્યવાહી સંબંધે પરોક્ષ-અપરોક્ષ ચર્ચા ઉભી થયેલ. તેવુ જાણવા મળે છે અને પત્રકાર પરીષદમાં આ રાજકીય પક્ષના મોભીએ ઇશારો પણ કરેલ તપાસ કરાવશે અને ઘટતી કાર્યવાહી કરવા પણ ઇશારો કરેલ. વિશેષ વિગત જાણકારી મેળવવા અમુક વ્‍યકિતને ઇશારો કરેલ છે ત્‍યારે  કસરત કરવી પડશે તેવી ચર્ચા છે.

ગૌચર જમીન બાબતના ગૌશાળા પાઠશાળાના સંચાલકને માનસીક ત્રાસ આપી છ ઇંચ પાણી ભરેલ તળાવ ખાડામાં ડુબી મરણ બતાવવુ તે બાબતની નોંધ ઉદ્યોગનગર પોલીસ ડાયરીની ફાઇલમાં બંધાવેલ છે. વિધાનસભાની ચુંટણીના પડઘમ વાગી રહયા છે ત્‍યારે આ રાજકીય પક્ષ ગુજરાત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં સક્રિય થઇ રહયો છે.

તાલુકાના વનાણા યાને રાણા વિરપુર ગામના સરવે નંબરમાં આવેલ. સ્‍વ.શેઠ  નાનજી કાલીદાસ મહેતા દયરોગની હોસ્‍પીટલ અઢાર વીઘામાં જમીનમાં આકાર કરવામાં આવેલ અને આ જમીન સરકારશ્રીએ એક પણ ટોકન રકમ લીધા વિના વિનામુલયે ચોક્કસ સ્‍પષ્‍ટ હેતુથી દયરોગની હોસ્‍પીટલના જ ઉપયોગ માટે આપેલ. માત્ર સ્‍વ. શેઠશ્રી નાનજીભાઇ કાલીદાસ મહેતાએ આ હોસ્‍પીટલને પોતાનું નામ મળે તે હેતુ (નેનર) માટે મોટી રકમનું દાન આપેલ. પરંતુ માઝી સાર્વજનીક અને પબ્‍લીક ટ્રસ્‍ટ એકટ નીચે રજીસ્‍ટર કરવામાં આવેલ છે. બંધારણ ટ્રસ્‍ટડીડ પણ દાતાઓ દ્વાર રોકડ તથા હોસ્‍પીટલને જરૂરીયાત મુજબ દયરોગને લગતા ઇન્‍સ્‍ટુમેન્‍ટ વિગેરે દાતાઓ દ્વારા વિના મુલ્‍યે ભેટ આપવામાં આવેલ. આર્થીક સહાય હોસ્‍પીટ સંચાલન માટે દાતાઓ દ્વારા સમય આંતર દાન સ્‍વરૂપે મળતી આથી એન.કે.મહેતા દયરોગના નિષ્‍ણાંત મુંબઇ-ભારતભરમાં ખ્‍યાતી પામેલ મુળ પોરબંદર જીલ્લાના રાણાવાવ તાલુકાના રાણાવાવના જ વતની સ્‍વ.ઓ ટી.સામાણી પોતાની માનદ સેવા આપતા દર શનિવારે રવિવારે મુંબઇથી પ્‍લેન મારફત પોતાની રહેવા આપવા આવતા હોસ્‍પીટલમાં દર્દીની સંખ્‍યા પણ સારી રહેતી.

આ હોસ્‍પીટલોને કાર્યરત કરવા રાખવા જાગૃત નાગરીકોએ સરકારમાં રજુઆત કરેલી. સરકાર વતી પોરબંદરના જીલ્લા કલેકટરશ્રીની કોર્ટમાં જાગૃત નાગરીકો દ્વારા હોસ્‍પીટલને કાર્યરત રાખવા રજુઆત કરતા જીલ્લા કલેકટરશ્રી થયેલ લેખીત રજુઆત અરજીને કેશ તરીકે ગણી કેશ નંબર આપી ન્‍યાયકીય કાર્યવાહી કરી. સ્‍વ. એન.કે. મહેતા હોસ્‍પીટલ ટ્રસ્‍ટી વિગેરેને હોસ્‍પીટલ પુનઃ કાર્યરત કરવા ન્‍યાયકીય હુકમ કરેલ અઢાર માસની સમય મર્યાદા આપેલ. શ્રી એન.કે.મહેતા ગૃપના પી.આર.ઓ. શ્રી સુરેશ કોઠારીએ સંયુકત ચેરીટી કમીશ્નર રાજકોટને એન.કે.મહેતા હોસ્‍પીટલ બંધ કરવા પરવાનગી માંગતી અરજી કેસ તરીકે દાખલ કરેલ. જાહેર નોટીસ સંયુકત ચેરીટી કમીશ્નર દૈનીક અખબારમાં પ્રસિધ્‍ધ થતા પોરબંદરના જાગૃત નાગરીક પીટીશન રાઇટર, સ્‍ટેમ્‍પ વેન્‍ડર તેમજ બીન રાજકીય સંસ્‍થા શ્રી દોશી મિત્ર મંડળના માનદ મંત્રીશ્રી તથા અગ્રણી નાગરીક -પરવાનેદાર તેમજ શ્રી દોશી મિત્ર મંડળ સક્રિય સય સ્‍વ. પ્રાગજી નાથા તુબડીયાએ સંયુકત ચેરીટી કમિશ્નરની કોર્ટમાં વાંધા અરજી દાખલ કરેલ.

આ વાંધા અરજી દાખલ થતા શ્રી એન.કે. મહેતા હોસ્‍પીટલ બંધ કરવાની પરવાનગી માંગનાર ટ્રસ્‍ટી  સુરેશ કોઠારીએ તેમના એડવોકેટ મારફત અરજી પરત ખેંચવા પરવાનગી માંગેલ કોર્ટે અરજી ખેંચવા પરવાનગી આપેલ ત સાથે રૂા. રપ૦૦ બે હજાર પાંચસો રૂપીયા ખર્ચ સંયુકત ચેરીટી કમિશ્નર કચેરી કોર્ટમાં જમા કરાવવા હુકમ કરેલ જે રકમ કોર્ટમાં જમા થતા અરજી પાછી ખેંચવાની પરવાનગી આપેલ. પરંતુ તેમાં એવો હુકમ કરેલ કે જયારે શ્રી એન.કે.મહેતા હોસ્‍પીટલ સંબંધે બંધ કરવા કાર્યવાહી કરવાની થાય ત્‍યારે બંને વાંધેદારો ધનસુખલાલ મંગળદાસ પારેખ તથા પ્રાગજીભાઇ નાથાભાઇ તુંબડીયાની સંમતી લેવાની ત્‍યાર બાદ આગળ કાર્યવાહી થઇ શકે. ટ્રસ્‍ટી સુરેશ કોઠારી દ્વારા લાંબો સમય સુધી શ્રી એન.કે.મહેતા હોસ્‍પીટલ પુનઃ કોઇ કાર્યવાહી આગળ ન થતા પોરબંદરના જાગૃત નાગરીક જેમાં સંયુકત ચેરીટી કમિશ્નર કચેરી કોર્ટના વાંધા રજુ કરનાર મુળ વાંધેદાર સ્‍વ.પ્રાગજીભાઇ  તથા શહેરના જાગૃત નાગરીકો સામાજીક કાર્યકરો હેમેન્‍દ્રકુમાર એમ.પારેખ, અનીલભાઇ રાણીંગા તથા શ્રી દિલીપભાઇ મશરૂએ જાહેરહિતની અરજી એન.કે.મહેતા હાર્ટ હોસ્‍પીટલ પુનઃ શરૂ કરવા માંગણી કરતી દાખલ કરેલ. જે અરજી લાંબો સમય જીલ્લા કલેકટરશ્રીની કચેરીમાં કેશ તરીકે દાખલ રહેલ કોઇ કાર્યવાહી થાય નહી તેમજ અરજદારોને પણ સાંભળવા માટે બોલાવ્‍યા નહી. અરજદારો જાણ કર્યા વગર સરકાર હસ્‍તક સમગ્ર પ્રકરણ લઇ એન.કે.મહેતા દયરોગની હોસ્‍પીટલની જમીન લઇ ખાલસા કરી રાણાવાવ મામલતદારને સોંપી આપેલ તે સામે મુળ અરજદારોને જાણ થતા વાંધા અરજી દાખલ કરેલ છે.

 જીલ્લા કલેકટરશ્રીને આ હોસ્‍પીટલ  વાળી જમીન સરકાર હસ્‍તક લેવાની કોઇ સતા ન હતી અને છે જ નહી. કારણ સ્‍પષ્‍ટ ચોક્કસ હેતુથી સરકારશ્રીએ રાણાવાવ-મામલતદારશ્રીએ હુકમ કરી હોસ્‍પીટલ  બનાવવા માટે સ્‍પષ્‍ટ ચોક્કસ હેતુથી સરકારશ્રીએ રાણાવાવ-મામલતદારશ્રીને હુકમ કરી હોસ્‍પીટલ બનાવવા માટે સ્‍પષ્‍ટ ચોક્કસ હેતુથી શરતથી ૧૮ વિઘા જમીનનો કબજો મેડીકલ રીલીફ સોસાયટીને સોંપી આપેલ અને કબજો મળતા હેતુ સ્‍પષ્‍ટ થતા હ્‍દયરોગ (હાર્ટ હોસ્‍પીટલ) કાર્યરત થઇ ગયેલ. પરંતુ રાજરમત-મેલી રમાયેલ અરજદારોની માંગણી વાંધા સાથે સરકારમાં રજુ થયેલ હોસ્‍પીટલની જમીન સરકાર વતી કલેકટરશ્રી કબજે લઇ ખાલસા કરી શકે નહી અને મામલતદારશ્રીને પરત સોંપી શકાય નહી. ટ્રસ્‍ટી પાસે જે આર્થીક ભંડોળ છે તે તેના કબજામાંથી સરકારશ્રીએ મેળવી બંધ કરાયેલ  એન.કે.મહેતા હોસ્‍પીટલ પુનઃ શરૂ કરવી જોઇએ.

(1:43 pm IST)