Gujarati News

Gujarati News

News of Friday, 7th October 2022

સાંસદ નારણભાઇ કાછડીયાને ધમકી આપનાર શાહિદખાન મેવના રિમાન્‍ડની તજવીજ

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી તા. ૭ :.. અમરેલીના સાંસદ નારણભાઇ કાછડીયાનાં મોબાઇલ નંબર ઉપર અશ્‍લીલ વિડીયો કોલ કરી, તેમાં એડીટીંગ કરી, અશ્‍લીલ વીડીયો યુ-ટયુબ, ફેસબુક, અને સોશિયલ મીડીયામાં વાયરલ કરવાની ધમકીઓ આપનાર શાહિદખાન રજાકખાન મેવ ઉ.વ.૩૮ ધંધો --ટ્રક ડ્રાઇવીંગ રહે. ડોંગરી તા. ગોવિંદગઢ જી. અલવર રાજય (રાજસ્‍થાન), ની ધરપકડ કરીને તેના રિમાન્‍ડની તજવીજ હાથ ધરાઇ છે. વિશાલ સરધારાની ફરીયાદના આધારે આ કામગીરી અશોકકુમાર યાદવ, પોલીસ મહાનિરીક્ષક ભાવનગર વિભાગ, ભાવનગરનાની સુચનાથી પોલીસ અધિક્ષક હિમરસિંહની સુચનાથી, જે. પી. ભંડારી, નાયબ પોલીસ અધિક્ષક, અમરેલી વિભાગ, અમરેલીનાઓના માર્ગદર્શન હેઠળ વોટસએપમાં લોકોને ન્‍યુડ વિડીયો કોલ કરી, તેનું સ્‍ક્રીનરેકોડીંગ કરી, લોકોને ફસાવી  પૈસા પડાવતી ગેંગના સભ્‍યને રાજસ્‍થાનથી પકડી પાડવામાં શ્રી સી. એસ. કુગસીયા, ઇ.સી. પોલીસ ઇન્‍સ્‍પેકટર, સાયબર ક્રાઇમ પો. સ્‍ટે. તથા જે. એમ. કડછા પો. સબ. ઇન્‍સ. સાયબર ક્રાઇમ પો. સ્‍ટે. તેમજ એસઓજી અમરેલીની ટીમને સફળતા મળેલ છે.

(2:16 pm IST)