Gujarati News

Gujarati News

News of Friday, 7th October 2022

ભાવનગરમાં મોડી સાંજે ભારે પવન અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો :અડધા કલાકમાં એક ઇંચ વરસાદ ખાબક્યો

સાંજે 7 વાગે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો:ભારે પવન ફૂંકાયા બાદ ધોધમાર વરસાદ શરૂ થયો

ભાવનગર શહેરમાં આજે મોડી સાંજે ભારે પવન અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. અડધા કલાકમાં એક ઇંચ વરસાદ પડી ગયો હતો.

ભાવનગર શહેરમાં સાંજે 7 વાગે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ભારે પવન ફૂંકાયા બાદ ધોધમાર વરસાદ શરૂ થયો હતો. ગાજવીજ અને અને પવન સાથે વરસાદ તૂટી પડતા શહેરના માર્ગો ઉપર પાણી ફરી રહ્યા હતા. શહેરમાં અડધા કલાકમાં એક ઇંચ જેટલો વરસાદ વરસી ગયો હતો.

ભાવનગર શહેરમાં 25 મી .મી.વરસાદ નોંધાયો છે. આજે માત્ર ભાવનગર શહેરમાં જ વરસાદ પડ્યો છે જિલ્લાના અન્ય તાલુકાઓમાં રાતના આઠ વાગ્યા સુધી ક્યાંય વરસાદ પડ્યો નથી. આજે રાત્રે પણ ભાવનગરમાં વરસાદી માહોલ જળવાઈ રહ્યો છે અને મોડી રાતે પણ વરસાદ પડે તેવી સંભાવના છે.

આજે ભાવનગર શહેરનું મહત્તમ તાપમાન 31.7 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 25.2 ડિગ્રી નોંધાયો હતો જ્યારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 64 ટકા અને પવનની ઝડપ 10  કિ.મી. પ્રતિ કલાકની દેવા પામી હતી

(8:34 pm IST)