Gujarati News

Gujarati News

News of Friday, 7th October 2022

મોરબી જિલ્લામાં પાંચ વર્ષમાં 7900થી વધુ પશુ-પક્ષીઓની સારવાર કરતી 1962ની ટીમ.

1962 કરુણા એમ્બ્યુલન્સની સેવાને પાચ વર્ષ પૂર્ણ થતા 1962ના અધિકારી, સ્ટાફ દ્વારા કેક કાપીને ઉજવણી કરાઈ

મોરબી : 1962 કરુણા સેવાને સતત 5 વર્ષથી ગુજરાતમાં સેવા પ્રદાન કરી છે જેમાં 1962ની કરુણા એમ્બ્યુલન્સ 2017થી કાર્યરત છે અને આખા ગુજરાતમાં અત્યાર સુધીમાં 430000થી વધુ પશુ તેમજ પક્ષીઓનીની સારવાર કરવામાં આવી છે.જ્યારે મોરબી જિલ્લા ખાતે 7900 વધુ પશુ અને પક્ષીઓની સારવાર કરવામાં આવી છે.

મોરબી જિલ્લાની 1962ની કરુણા એમ્બ્યુલન્સ સેવાની સફળતાના પાચ વર્ષ પુરા બદલ કરવા બદલ મોરબી જિલ્લામાં નાયબ પશુનિયામક કટારા અને પશુ પાલન ખાતાના વિવિધ અધિકારી તેમજ 1962 અધિકારી અને સ્ટાફ દ્વારા કેક કાપીને ઉજવણી કરવામાં આવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, આ 1962ની એક એવી સેવા છે, જેના દ્વારા નિરાધાર પશુઓ, પક્ષીઓની તેમજ કુતરાઓને સારવાર આપવામાં આવે છે.આ સેવાનો લાભ દરેક સેવાભાવી માણસો લઈ રહ્યા છે અને તેમની જાગૃતતાથી મોરબી ખાતે કરુણા એમ્બ્યુલન્સ ખુબ જ જાણીતી થઈ હોવાથી આ ટીમ ગમે ત્યારે પશુ-પક્ષીઓનો જીવ બચાવવા દોડી જાય છે અને પશુઓને તેમજ પક્ષીઓને સારવાર આપવા સદૈવ ખડેપગે રહે છે

(12:48 am IST)