Gujarati News

Gujarati News

News of Friday, 7th October 2022

મોરબીના વાવડી રોડ પર કોંગ્રેસનું મારું બુથ મારું ગૌરવ સાથે જનસંપર્ક અભિયાન

આગેવાનોએ વાવડી રોડમાં ઘરે ઘરે ફરીને કોંગ્રેસ પક્ષના આઠ વચનોની પત્રિકાનું વિતરણ કર્યું

મોરબી :  વિધાનસભા ચુંટણી નજીક છે ત્યારે મોરબી જીલ્લા કોંગ્રેસ પ્રમુખ જયંતીભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ મોરબીના વોર્ડ નં ૦૧ માં વાવડી રોડ પર હર ઘર જન સંપર્ક યાત્રા સાથે મારું બુથ મારું ગૌરવ સાથે કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ જન સંપર્ક અભિયાન હાથ ધર્યું હતું


મોરબીના વાવડી રોડ પર કોંગ્રેસ આગેવાનો અને કાર્યકરોએ જન સંપર્ક અભિયાન ચલાવ્યું હતું જેમાં તાલુકા પ્રમુખ કે ડી પડસુંબીયા, પાલિકાના પૂર્વ પ્રમુખ મહેશભાઈ, રમેશભાઈ રબારી, અશ્વિનભાઈ વિડજા, કે ડી બાવરવા, મુકેશભાઈ ગામી સહિતના આગેવાનોએ વાવડી રોડમાં ઘરે ઘરે ફરીને કોંગ્રેસ પક્ષના આઠ વચનોની પત્રિકાનું વિતરણ કર્યું હતું.

(12:51 am IST)