Gujarati News

Gujarati News

News of Tuesday, 7th December 2021

અમરેલીમાં દુષ્કર્મ કેસમાં આરોપીને ર૦ વર્ષની કેદની સજા

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી તા.૭ :  અમરેલીમાં બળાત્કારનો કેસ સ્પેશ્યલ પોકસો કોર્ટમાં ચાલી જતા આરોપીને ર૦ વર્ષની સખ્ત કેદની સજા અને ૧ર હજારનો દંડ અને વળતર ચુકવવા હુકમ થયો છે. અમરેલી અજમેરા સ્કુલ પાસે તા.૧૩-૩-૧૯ના સગીરાને લગ્નની લાલચ આપી લલચાવી ફોસલાવી બદ ઇરાદે અપહરણ કરી બળાત્કાર ગુજાર્યાની અજાણ્યા શખ્સ સામે સીટી પોલીસ મથકમાં ફરિયાદ થયેલ હતી.

અમરેલી શહેરના તત્કાલીન  પીએસઆઇ શ્રી મહેશ મોરીએ આ બનાવમાં મોટા ગોખરવાળા ગામના સંજય ઉર્ફે સુધીર પ્રવિણભાઇ બગડાને ઝડપી   લેતા આ કેસ અમરેલી સ્પેશ્યલ પોકસો જજ આર.આર. દવેની કોર્ટમાં ચાલી જતા સરકારી પી.પી. જે.બી.રાજગોરની ધારદાર દલીલોને ધ્યાને લઇ કોર્ટે આરોપીને ઇપીકો કલમ ૩૬૩, ૩૬૬, તેમજ  ૩૭૬ (૩) સાથે કુલ ર૦ વર્ષની સખત કેદની સજા અને રૂ.૧ર હજારનો દંડ ફટકારેલ છે. ધી પોકસો એકટ ર૦૧ર કલમ ૩૩ (૮) અને ર૦ર૦ના રૂરલ ૯ (ર) હેઠળ ભોગ બનનારને રૂ.૬લાખનું વળતર ચુકવવા કોર્ટ હુકમ કર્યો હતો.

(1:08 pm IST)