Gujarati News

Gujarati News

News of Tuesday, 7th December 2021

જુનાગઢમાં ચાદર ગેંગના આરોપીઓ જેલહવાલે : મુદ્દામાલ કબ્જે કરવા કાર્યવાહી

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ, તા. ૭ : તાજેતરમાં જૂનાગઢ શહેરમાં મોબાઇલની દુકાનમાં થયેલ મોબાઈલ ફોનની ચોરીના ગુન્હામાં જૂનાગઢ ર્ંજિલ્લા પોલીસ વડા શ્રી રવી તેજા વાંસમ શેર્ટ્ટીં તથા જૂનાગઢ ડિવિજન ના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા ના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ એચ આઇ.ભાટી તથા સ્ટાફ દ્વારા અમદાવાદના નારોલ ખાતેથી બાતમી આધારે બિહાર રાજ્યની ચાદર ગેંગના આરોપીઓ  (૧) ગોવિંદ મદન શાહ રહે. ઘોડાસહન ગામ, સરસ્વતી ચોક , થાના- ધોડાસહન તા. ઘોડાસહન જી. ઇસ્ટ ચંપારણ ( મોતીહારી ) રાજય બિહાર, (૨) નિજામુદીન હલીમ મીયા દરજી જાતે મુસ્લીમ રહે. ઘોડાસહન ગામ, જોડા મંદિર પાસે , તા. ઘોડાસહન જી. ઇસ્ટ ચંપારણ (મોતીહારી ) રાજય બિહાર ,  (૩) મોબીન જુના દેવાન મુસ્લીમ ફકીર રહે. ઘોડાસહન બીરતાચોક, હસનનગર કબ્રસ્તાન પાસે, થાના ઘોડાસહન જી. મોતીહારી (ઇસ્ટ ચંપારણ) રાજય બિહાર, (૪) બબલુ ઉર્ફે બોબી મદન શાહ તૈલી રહે. ઘોડાસહન, બીરતાચોક, માઇસ્થાન , થાના ઘોડાસહન, જી.મોતીહારી ( ઇસ્ટ ચંપારણ ) રાજય બિહાર, (૫) મુકેશકુમાર છેદી રામ રહે. ઘોડાસહન, ભાગવાનપુર, કોટવાલ થાના . ઘોડાસહન જી. મોતીહારી (ઇસ્ટ ચંપારણ) રાજય બિહાર, (૬) ગુલશનકુમાર બ્રહ્મનંદપ્રસાદ કુસવાહા મહતો રહે. ઘોડાસહન, ભગવાનપૂર કોટવા ગામ , બીરતા ચોક, તા. ઘોડાસહન પોસ્ટ - કોટવા જી. ઇસ્ટ ચંપારણ (મોતીહારી) રાજય બિહાર  તથા (૭) નઇમ હારીશ દેવાન રહે. કુરવા ફતેપુર છાપરા , પો.સ્ટ . મરપા તાહીર થાના, ઔરંગનીયા જી. સીતામઢી રાજય બિહારને પકડી પાડી, બી ડિવિઝન પોલીસ દ્વારા બે દિવસના પોલીસ રિમાન્ડ ઉપર મેળવવામાં આવેલ હતા. જેને બે દિવસના પોલીસ રિમાન્ડ ઉપર મેળવી, આજરોજ નામદાર કોર્ટમાં રજૂ કરતા, જેલ હવાલે કરવામાં આવેલ છે.

પકડાયેલ તમામ ચાદર ગેંગના આંતરરાજ્ય આરોપીઓને પોલીસ રિમાન્ડ દરમિયાન જૂનાગઢ ડિવિજન ના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા ના માર્ગદર્શન હેઠળ બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ આર.એસ.પટેલ તથા સ્ટાફ દ્વારા સઘન પૂછપરછ હાથ ધરવામાં આવતા આરોપીઓ પૈકી મુખ્ય સૂત્રધાર આરોપી ર્ંનિઝામુદ્દીન હલીમ મિયા દરજીની પૂછપરછ દરમિયાન પોતે જૂનાગઢ મોબાઈલ શોપમાં ચોરી નહીં કરવા સાથેના આરોપીઓ મોબિન, નઇમ, ગુલશનને ના પાડી હોવાની કબૂલાર્તં કરેલ છે. જૂનાગઢમાં ર્ંગુન્હો કરવાથી પકડાઈ જવાની શક્યતા વધારે હોય, જૂનાગઢ પોલીસ એકિટવ હોવાનું પોતે સાંભળેલ હોઈ, સાથેના આરોપીઓને પોતે જૂનાગઢ સિવાય બીજી જગ્યાએ ચોરી કરવા જણાવેર્લં હતું. પરંતુ સાથેના આરોપીઓ માનેલ નહીં અને જૂનાગઢ પોલીસના હાથે આખી ગેંગ પકડાઈ ગયેલ હોવાની હકીકત કબૂલાત કરવામાં આવેલ છે. જૂનાગઢ પોલીસ દ્વારા બે આરોપીઓ ગુલશન અને નઇમને ભાવનગર પોલીસની મદદથી પકડી પાડવામાં આવેલ હતા. ગુલશન અને નઇમ ભાવનગર ખાતે ઘોઘા ગેટ વિસ્તારમાં આવેલ મોબાઈલ શોપને ટાર્ગેટ કર્યો હોવાની વિગત પણ જણાવેલ હતી. જૂનાગઢ પોલીસની સતર્કતા ના કારણે ગોધરા ખાતે થયેલ મોબાઈલ ચોરીનો ગુન્હો ડિટેકટ થયો હતો. સાથે સાથે ભાવનગર ખાતે મોબાઈલ શો રૂમમાં ચોરી થાય એ પહલા જ ગેંગને પકડી પાડતા, ભાવનગર શહેર ખાતે લાખોના મોબાઈલ ચોરી થતા બચી ગયા હતા અને ગુન્હો આચરે એ પહેલા જ ગેંગને પકડી પાડવામાં જૂનાગઢ પોલીસને સફળતા મળી હતી.

પોલીસ રિમાન્ડ ઉપર રહેલા આરોપીઓને નામદાર કોર્ટમાં રજૂ કરતા, નામદાર કોર્ટ દ્વારા ર્ંચાદર ગેંગના તમામ સાતેય આરોપીઓર્નેં જેલ હવાલે કરવામાં આવેલ છે. હવે પંચમહાલ ગોધરા પોલીસ દ્વારા ગેંગના તમામ આરોપીઓ અને ચોરીમાં ગયેલ મુદ્દામાલ કબજે લેવાની કાર્યવાહી કરવામાં આવશે. વધુ તપાસ જૂનાગઢ શહેર બી ડિવિઝન પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલ છે.

(1:09 pm IST)