Gujarati News

Gujarati News

News of Saturday, 8th January 2022

સાળંગપુર શ્રી કષ્‍ટભંજનદેવ હનુમાનજી મંદિરે કોરોના ગાઇડ લાઇનનું પાલન સાથે દર્શન

વાંકાનેર,તા. ૮ : સાળંગપુર શ્રી કષ્‍ટભંજનદેવ હનુમાનજી મંદિરે ગુજરાતમાં કોરોનાનો ઉપદ્રવ દિન પ્રતિદિન વધતો હોવાથી સહુના સ્‍વાસ્‍થ્‍યની સુરક્ષાને ધ્‍યાનમાં રાખી સરકારશ્રીની ગાઇડ લાઇન અનુસાર દરેક દર્શનાર્થીને દર્શનનો લાભ લેવા જણાવ્‍યુ છે.માસ્‍ક અવશ્‍ય પહેરવું. સોશ્‍યલ ડીસ્‍ટન્‍સ જાળવવું. મંદિર પરિસરના અન્‍ય સ્‍થાનમાં ન જવું આરતી અને થાળના સમય દરમ્‍યાન ઠાકોરજીના દર્શન થઇ શકશે નહીં. મંદિરમાં તેમજ નીલકંઠવર્ણી મહારાજ પાસે દંડવત -પ્રદક્ષિણા બંધ રહેશે.
કાપડ-ટેક્ષટાઈલ ગારમેન્‍ટમાં જીએસટી વધારો પાછો ખેંચવાના નિર્ણયને ગોંડલમાં આવકાર
ગોંડલ, તા. ૮ :. કાપડ-ટેક્ષટાઈલ ગારમેન્‍ટમાં જીએસટીનો વધારો પાછો ખેંચીને ૫ ટકા રાખવાના નિર્ણયને ગ્રેટર ચેમ્‍બર ઓફ કોમર્સના ગોંડલના હોદેદારોએ આવકારેલ છે.
આ માટે વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદી, નાણામંત્રી તથા ગુજરાતના મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલને પ્રમુખ ગોપાલભાઈ ટોળીયા, ઉપપ્રમુખ વિનુભાઈ વસાણી, જયકરભાઈ જીવરાજાની, રસીકભાઈ રાજપરા, મુકેશભાઈ ભાલાળા, કેતનભાઈ સોનપાલ, ગોરધનભાઈ પરડવા, મયુરભાઈ મહેતા, મહામંત્રી નલીનભાઈ જડીયા, હિતેશભાઈ રાવલ, સલાહકાર પ્રકાશભાઈ ઠકરાર, ખજાનચી ભાવિકભાઈ સંઘવી, લીગલ એડવાઈઝર એડવોકેટ રવિરાજ ઠકરાર સહિતનાએ આવકારેલ છે

 

(10:56 am IST)