Gujarati News

Gujarati News

News of Saturday, 8th January 2022

સૌરાષ્ટ્ર-કચ્છમાં કોરોના કેસમાં સતત ઉંછાળો

કચ્છમાં ૯ર કેસઃ ગાંધીધામ-ભુજ હોટસ્પોટઃ ભાવનગર ૬પ, ધોરાજી ૧૮, મોરબી ૩૪, ગોંડલ ૧૦, ધ્રોલમાં ર કોરોના કેસ

રાજકોટ, તા., ૮: રાજકોટ સહીત સૌરાષ્ટ્ર-કચ્છમાં કોરોના કેસમાં સતત ઉંછાળો આવતા લોકોમાં ભય ફેલાયો છે. દરરોજ જુદા-જુદા વિસ્તારોમાં કોરોના કેસમાં વધારો થઇ રહયો છે. જેના કારણે લોકો વધુ ચિંતીત બન્યા છે.કચ્છમાં એક જ દિવસમાં ૯ર કેસ, ભાવનગરમાં ૬૫, મોરબી ૩૪, ધોરાજી ૧૮, ગોંડલ ૧૦, ધ્રોલમાં ર કોરોના કેસ નોંધાયા છે.
કચ્છ
(વિનોદ ગાલા દ્વારા) ભુજઃ કોરોના સામે જાગૃતિની સરકારની પોલી ચેતવણી અને લોકોની બેદરકારી વચ્ચે પોઝિટિવ દર્દીઓ ચિંતાજનક રીતે વધી રહ્યા છે. દરરોજ નવા કેસના વધતાં આંકડાઓ બતાવે છે કે હવે કચ્છમાં પણ કોરોનાએ પિક પકડી છે. નવા ૯૨ કેસ નોંધાયા છે. તેમાં સૌથી વધુ કેસ ગાંધીધામ અને ભુજમાં છે. છેલ્લા એક અઠવાડિયાની જ વાત કરીએ તો ૧ થી ૭ જાન્યુઆરી સુધી એક સાહમાં જ ૩૧૪ કેસ નોંધાયા છે. લગભગ ૨૫૦ દિવસ એટલે કે ૮ મહિના પછી કોરોનાના કેસ વધ્યા છે. તેમાંયે ત્રીજી લહેર દરમ્યાન શરૂઆતમાં ગાંધીધામ અને ભુજ એ બન્ને શહેર હોટ સ્પોટ બન્યા છે. ભુજ તા.માં તો ઓમિક્રોના ૪ દર્દી નોંધાયા છે. આ સંજોગોમાં કોરોનાંથી બચવા સ્વયં જાગૃત બનવું પડશે.
ભાવનગર
(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગરઃ ભાવનગરમાં કોરોના બ્લાસ્ટ થયો હોય તેમ ૨૪ કલાકમાં  ૬૫ પોઝિટિવ કેસ નોંધાયા છે. શહેરમાં ૫૧ અને ગ્રામ્ય માં ૧૪ મળી  ૬૫  પોઝિટિવ કેસ નોંધાયા છે. ભાવનગરમાં કોરોના એ ગતિ પકડી છે . ભાવનગર શહેરમાં ૫૧ અને ગ્રામ્ય માં ૨૧૪ કેસ મળી કુલ ૬૫  પોઝિટિવ કેસ નોંધાયા છે. ભાવનગર શહેરમાં ૨૫ પુરુષ અને ૨૬ મહિલાનો કોરોના ટેસ્ટ પોઝિટીવ આવ્યો છે જયારે ભાવનગરગ્રામ્ય માં  મહિલાનો અને ૧૩ પુરુષનો  કોરોના કેસ પોઝિટિવ આવ્યો છે. આજે ભાવનગર  ગ્રામ્ય માંથી ૭  દર્દી ડિસ્ચાર્જ થયા છે.  હવે ભાવનગરમાં કોરોનાના એક્ટિવ દર્દીઓની સંખ્યા વધી ૨૧૨  થવા પામી છે. કોરોના ના કેસો રોજેરોજ વધતા લોકોમાં ફ્ફ્ડાટ ફ્ેલાયો છે. ભાવનગરમાં છેલ્લા ૭ દિવસમાં જ કોરોનાના ૧૯૫ પોઝિટિવ કેસ નોંધાયા છે.
મોરબી
(પ્રવિણ વ્યાસ દ્વારા)મોરબીઃ મોરબી જીલ્લામાં કોરોના કેસોમાં પ્રતિદિન ઉંછાળો જોવા મળી રહ્યો છે જેમાં આજે કોરોનાના નવા ૩૪ કેસો નોંધાયા છે જીલ્લામાં છ વિદ્યાર્થીઓ સહીત વધુ ૩૪ નાગરિકો કોરોના સંક્રમિત થયા છે તો આજે ૧૪ દર્દીઓ સ્વસ્થ થયાની માહિતી પ્રા થઇ છે.
આરોગ્ય વિભાગ પાસેથી પ્રા વિગતો મુજબ મોરબી જીલ્લામાં આજે નવા ૩૪ કેસો નોંધાયા છે જેમાં મોરબી તાલુકાના ગ્રામ્ય પંથકમાં ૦૯ અને શહેરી વિસ્તારમાં ૨૩ કેસ, જયારે ટંકારા તાલુકાના ગ્રામ્ય પંથકમાં ૦૨ નવા કેસો મળીને કુલ ૩૪ કેસો નોંધાયા છે તો મોરબી અને ટંકારામાં ૧૪ દર્દીઓ સ્વસ્થ થયા છે.
૩૪ પૈકી છ વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત થયા છે જેમાં નિર્મળ વિધાલયનો ૦૧ વિદ્યાર્થી, ઓરપેટ કન્યા શાળાના ૦૪ વિદ્યાર્થી અને સર્વોપરી સ્કૂલનો ૦૧ વિદ્યાર્થી કોરોના સંક્રમિત થયાની માહિતી મળી છે જીલ્લામાં એક્ટીવ કેસનો આંક ૧૨૪ થયો છે.
ધોરાજી
(કિશોર રાઠોડ દ્વારા)ધોરાજીઃ શહેર ,ગામીણ વિસ્તારોમાં કોરોના પોઝીટીવ કેસો ના આંકડા વધી રહયા છે છેલ્લા ૧૫ દિવસ માં ૧૦૦થી વધુ કેસો નોંધાયા છે શૂકવારે ધોરાજીમાં ૧૮ કેસો કોરોના પોઝીટીવ નોધાયા છે આમ જોતા ધોરાજીમાં પણ પૂરું નો કાળો કેર જારી રહ્યો છે પ્રથમ શહેરમાં પણ જિલ્લામાં સૌથી વધારે કેસ ધોરાજીમાં જોવા મળ્યા હતા બીજી લહેર માં પણ ધોરાજીમાં સૌથી વધારે કેસ જોવા મળ્યા હતા અને ત્રીજી લહેરમાં ફ્રી કેસો વધી રહ્યા છે ત્યારે ધોરાજીની જનતા પણ સાવચેત રહે અને સરકારશ્રીની ગાઇડલાઇનના નિયમ પ્રમાણે લોકો બહાર નીકળે અને માસ્ક ફ્રજિયાત પહેરે. આ બાબતે આરોગ્ય વિભાગ પણ તાત્કાલિક અસરથી હરકતમાં આવ્યું છે અને જે તે વિસ્તારની દ્રશ્યમાન થાય છે ત્યારે પણ કરી રહ્યા છે તેમ આરોગ્ય અધિકારી પુનિત વાછાણી એ જણાવ્યું હતું.
ગોંડલ
(જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોંડલઃ ગોંડલમાં કોરોના કેસ દિનપ્રતિદિન વધી રહ્યા છે.ગોંડલની સંગ્રામસિહજી હાઇસ્કૂલ મા પ્રીન્સીપાલ સહીત ચાર શિક્ષકો અને એક પ્યુન સહીત પાંચ કોરોનાગ્રસ્ત બન્યા છે. ઉંપરાંત શહેરના ભોજરાજપરા,કપુરીયા પરા,આશાપુરા રોડ,તથા યોગીનગરમાં

 

(3:48 pm IST)