Gujarati News

Gujarati News

News of Saturday, 8th January 2022

રણોત્સવમાં કચ્છ ફરવા આવેલ પોરબંદરના પરિવારનો સોનાનો હાર પરત કરાયો

રિસોર્ટ માલિક વીરાભાઇ આલાની પ્રમાણિકતાઙ્ગ

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૮ : રણોત્સવ દરમ્યાન કચ્છ ફરવા આવેલ પોરબંદરના પરિવારનો ખોવાયેલો સોનાનો કિંમતી હાર પરત સોંપી રણ કાંધી રિસોર્ટના વીરાભાઇ આલાએ પ્રમાણિકતાનો ઉમદા દાખલો બેસાડ્યો છે. પોરબંદરના કરશનભાઈઙ્ગ રામજી સલેટઙ્ગ જેઓ સફેદ રણના ધોરડો ગામે આવેલ રણ કાંધીઙ્ગ રીસોર્ટઙ્ગ મા રોકાયેલા હતા. જયાં એમનોઙ્ગ સોનાનોઙ્ગ હારઙ્ગ ભુલાઈઙ્ગ ગયો હતો. બીજે દિવસે રીસોર્ટનાઙ્ગ સફાઈઙ્ગ સ્ટાફને આ સોનાનો હાર મળતાં તેમણે આ કિંમતી હાર ઓફિસમા જમાઙ્ગ કરાવી દીધો હતો.

આ હકીકત બાદ રણ કાંધી રિસોર્ટના વીરાભાઈ આલા મારવાડાએ સામેથીઙ્ગ કરશનભાઈને ફોન કરીને હાર ભુલાઈ ગયો હોવાનું જણાવ્યું હતું. આ અંગે જાણ થતાં જ કરશનભાઈઙ્ગ પાછા આવ્યા અને પોતાનોઙ્ગ સોનાનોઙ્ગ હારઙ્ગ પરતઙ્ગ લઈઙ્ગ ગયા. કચ્છના બન્નીના ગ્રામીણ વિસ્તારના લોકોના આતિથ્ય સત્કાર તેમ જ પ્રમાણિકતા અંગે પોરબંદરના કરસનભાઈ સલેટે પ્રસંશા કરી આભાર વ્યકત કર્યો હતો. રણ કાંધી રિસોર્ટના વીરાભાઇ આલા મારવાડા બન્ની વિસ્તારના જાણીતા સામાજિક અને રાજકીય આગેવાન છે.

(11:30 am IST)