Gujarati News

Gujarati News

News of Saturday, 8th January 2022

ઉપલેટાના સેવાભાવી નગરસેવક રજાક હિંગોરાએ સ્વખર્ચે ૩૦૦ ઘરોમાં નળ કનેકશન અપાવ્યા

અગાઉ પણ રોડ રસ્તા - એમ્બ્યુલન્સ સહીતના કાર્યો કરનાર હિંગોરા પરિવાર સેવામાં મોખરેઃ વોર્ડ નં. ૯માં પાણી પ્રશ્નનો ઉકેલ લાવતા લોકોની તૃષાને તૃપ્ત કરી

(જગદોશ રાઠોડ દ્વારા) ઉપલેટા, તા.૮ઃ ઉપલેટામાં આજીવન સેવાના ભેખધારી રજાકભાઈ (બાવલાભાઇ) હિંગોરાએ વધુ એક સેવાનું કાર્ય કર્યે પ્રજાજનો માટે ૧૦૮ દોડતા ઉપલેટા નગરપાલીકાના સદસ્ય હિંગોરાએ લોકોનો પાણી માટેનો પોકાર સાંભળી પોતાના ખચે ઘરે ઘરે નળ નખાવી દીધા. હંમેશા લોકોની પડખે ઉભા રહેતા રજાકભાઈ તેમની સેવાથી લોકોના હૃદયમાં બિરાજે છે. હાલ કળીયુગના સમયમાં મોટાભાગના લોકો સ્વાર્થ માટે જાહેરજીવનમાં પ્રવેશી લોકોને અવનવા પ્રલોભનો આપી યેનકેન પ્રકારે સતા ઉપર બેસી જતા હોય છે પણ શહેરમાં એક નોખી માટીના માનવી ઘોર કળીયુગમાં હજુ અમુક લોકો માનવતા કરી પડી નથી તેવ એક ઉતમ ઉદારણ એટલે શહેર વોર્ડે નં. ૯ ના સેવાભાવી નગરસેવક હિંગોરા પરિવાર સૌરાષ્ટ્રમાં એક અલગ મનના અને અનોખી માટીના માનવી જેવા પ્રજાની સેવા માટે એકજ ધ્યેયને ધ્યાનમાં રાખી લોકોને તે એકમાત્ર નગરસેવક પોતાના લાખો રૃપિયાના ખચર્ચ ઘરે ઘરે પાણીના કનેકશન વિનામુલ્યે આપી ૨૪ કલાક પાણીની સગવડ કરી આ વોર્ડમાં ૧૭ જેટલા બોર કરી તેમાં ૨૦ જેટલા પાણી સંગ્રહ કરવા માટે ટાંકા બનાવી મોટરો ઉતારી આશરે દશ હજાર ફુટ પાઈપ લાઈન મારફત ૩૦૦ જેટલા ઘરોમાં પાણીની ૨૪ કલાક સગવડ આપી ખરા અર્થમાં નગરસેવક સાબીત થઇ રહયા છે લોકો પણ આ પરિવારની સેવાને ધ્યાનમાં રાખી છેલ્લા ૧૫ વર્ષથી નગરસેવક તરીકે ચુંટીને મોકલે છે.

અગાઉ પણ રજાકભાઈએ સ્મશાનમાં, દરગાહ પાસે બોર પોતાના ખર્ચેં કરી આપેલ હતા. આ ઉપરાંત ગરીબ માણસનો રાહતદરે એમ્બ્યલન્સની સેવા પણ સ્વખર્ચે ખુલ્લી મુકી હતી. ખાનગી માલીકીના બોરમાં પણ સબમર્શીંબલ ઉતારી તેનુ પાણી બહાર લતાવાસીઓને મળે તે માટે તેવા અનેક જગ્યાએ પ્રયાસો કરી આજે લોકોને ૨૪ કલાક પાણીની સુવિધા આપી છે. અત્રે ઉલ્લેખનીય છેડે આ વોર્ડમાં રજાકભાઈ તેમના પત્ની મેમુદાબેન અને તેમનો પુત્ર રિયાઝ નગરસેવક તરીકે ચુંટાઈ આવી લોકોની સેવા કરી રહ્યા છે.(તસ્વીરઃ ભોલુ રાઠોડઃ ઉપલેટા)

(11:35 am IST)