Gujarati News

Gujarati News

News of Saturday, 8th January 2022

જામકંડોરણા તાલુકાની શાળાઓમાં શેરી રમતોનો રમતોત્સવ યોજાયો

બાળકોને શેરી રમતો રમાડી પ્રેકટીકલ સમજણ આપવામાં આવી

 

 

(મનસુખભાઈ બાલધા દ્વારા) જામકંડોરણા, તા.૮ઃ નવરંગ નેચર ડલબ રાજકોટના પ્રમુખ વી.ડી.બાલા દ્વારા જામકંડોરણા તાલુકાની જુદી જુદી શાળાઓમાં જઇને બાળકોને શેરી રમતો કે જે વર્ષો પહેલા રમાતી હતી એ રમતો આજે નામશેષ થવા જઈ રહી છે ત્યારે કલરવ પ્રાથમિક શાળા, સાજડીયાળી પ્રાથમિક શાળા, ધોળીધાર તાલુકા શાળા,રાયડી શાળા, બેલડા પ્રાથમિક શાળા, ઉજળા પ્રાથમિક શાળાના બાળકોને આવી શેરી રમતો રમાડીને સમઝણ આપી હતી તેમની પાછળનો હેતુ એ રહેલો છે કે આજે બાળકો જંક ફુડ ખાઇને શરીરથી નબળા પડતા જાય છે બાળકો નાનપણથી જ આવી શેરી રમતોથી કસરત કરે તો બાળકો ખડતલ બને. હાલની પરિસ્થિતિમાં બાળકો ચાર દિવાલની વચ્ચે જ રહીને મોબાઈલ અથવા ટી.વીમાં સમય વ્યતીત કરે છે. જો આવી દેશી શેરી રમતો નાબુદ થઈ જશે તો ભાવિ પેઢી માયકાંગલી થશે એટલા માટે ગામડે ગામડે જઈને આવી રમતોને ફરીથી જીવંત કરી અને બાળકો ચાર દિવાલોની બહાર નીકળો રમતો રમે. માનસિક અને શારીરિક બંને આનંદ મેળવે અને તંદુરસ્ત બને. તેવો હેતુ રહેલો છે આ કાર્યકમને સફળ બનાવવા માટે દીપકભાઈ ગજેરા, વિજયભાઈ રાણપરીયા, મનસુખભાઈ બાલધા,  દિલીપભાઈ કોયાણી તેમજ જુદી જુદી શાળાના આચાર્યશ્રી, શિક્ષકોએ સહકાર આપ્યો હતો. અને બાળકો આ શેરી રમતો રમી આનંદીત બન્યા હતા.

(11:38 am IST)