Gujarati News

Gujarati News

News of Saturday, 8th January 2022

સુરેન્‍દ્રનગર જિલ્લામાં પોલીસ ફાયરીંગ બટ પર હરવા-ફરવા પર પ્રતિબંધ

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ, તા.૮: સુરેન્‍દ્રનગર જિલ્લામાં પોલીસ અધિકારીશ્રીઓ અને કર્મચારીશ્રીઓનું વર્ષ-૨૦૨૨નું વાર્ષિક ફાયરીંગ પ્રેક્‍ટીસ બાકી હોય તેમને ફાયરીંગની પ્રેકટીસ કરાવવા માટે પોલીસ ખાતાના નામ/ કબજાવાળી ચોટીલા તાલુકાના કાંધાસર (સાંગાણી) સર્વે નંબર ૬૧ પૈકીની હે. ૭-૧૩-૩૦ આરે વાળી જમીન (ફાયરીંગ બટ) ખાતે તા. ૯/૦૧/૨૦૨૨ થી તા.૨૦/૦૨/૨૦૨૨ સુધી ફાયરીંગ પ્રેક્‍ટીસ કરાવવાની હોવાથી આ ફાયરીંગ બટની આજુબાજુના વિસ્‍તારમાં ગોળીબારના સમયે અકસ્‍માત ન સર્જાય તે હેતુથી કેટલાક પ્રતિબંધ લાદવા જરૂરી જણાતા સુરેન્‍દ્રનગર જિલ્લાના અધિક જિલ્લા મેજીસ્‍ટ્રેટશ્રી એન.ડી.ઝાલાએ તેમને મળેલ અધિકારની રૂએ તા.૦૯/૦૧/૨૦૨૨ થી તા.૨૦/૦૨/૨૦૨૨ દરમિયાન ઉક્‍ત ફાયરીંગ બટવાળા વિસ્‍તારની આજુબાજુના ફરતા એક માઈલના વિસ્‍તારમાં ગોળીબારના સમયે અકસ્‍માત ન સર્જાય તે માટે કોઈપણ વ્‍યક્‍તિને હરવા - ફરવા, વાહન લાવવા - લઈ જવા તથા ઢોર ઢાંખર ચારવા નીકળવા ઉપર પ્રતિબંધ ફરમાવેલ છે.
આ હુકમનો ભંગ કરનારને ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ હેઠળ શિક્ષાને પાત્ર થશે.

 

(12:02 pm IST)