Gujarati News

Gujarati News

News of Saturday, 8th January 2022

મોટી ખાવડીમાં પાર્કીગમાં સુતેલા યુવાનો ઉંપર ટેન્કર ફરી વળ્યું: ૧નું મોતઃ બે ને ઇજા

જામનગરમાં આર્થિક ભીંસથી ત્રાસી યુવાને ફાંસો ખાધોઃ પડાણામાં માણસોને કામે રાખવા બાબતે બઘડાટી

જામનગર, તા.૮: મેઘપર પોલીસ સ્ટેશનમાં રામાનંદજી સ્વામી રામગીરીજી મહારાજ, ઉં.વ.ર૭, રે. પ્રાચીન શીવાલય હશનપુર, તા.ધુરી પોલીસ સ્ટેશન ધુરી, જિ. સંગરૂર (પંજાબ) વાળા એ ફ્રીયાદ નોંધાવી છે કે, ટેન્કર ટ્રક નં. પી.બી.૧૩બી.એ.૧૮પ૭નો ચાલક બેફ્ીકરાઈથી થી ચલાવી મોટી ખાવડી ગામ પાસે, રિલાયન્સ કંપનીના પેટ્રોલપંપની બાજુમાં ટેન્કર પાર્કિંગમાં સુતેલા કેશવ સુભાષ શર્મા, તથા સાવન શર્માની ઉંપર ચડાવી તે પૈકી કેશવ સુભાષ શર્માને શરીરે ગંભીર ઈજા કરી તથા  સાવન બિરબલભાઈ શર્મા, ઉં.વ.૧૮ વાળાનું મોત નિપજાવી ગુનો કરેલ છે.

 મેઘપર પોલીસ સ્ટેશનમાં સુભાકાંત શીવલાલ જના, ઉં.વ.૪૧, રે. બેડીબંદર રોડ, નંદવિઘ્યાનિકેતન પાસે, જય દ્વારકાધીશ ટાઉંશીપ, જામનગરવાળા એ ફ્રીયાદ નોંધાવી છે કે, પડાણા ગામ નજીક રોડ ઉંપર, રિલાયન્સ પેટ્રોલ પંપ પાસે, બાપાસીતારામ હોટલ પાસે આરોપી યશપાલસિંહ વિજયસિંહ જાડેજા, રે. પડાણા ગામવાળાએ ફ્રીયાદી સુભાકાંતની ગેરકાયદેસર અવરોધ કરી જાનથી મારી નાખવાના ભયમાં મુકી લાકડાના ધોકાથી ફ્રીયાદી સુભાકાંતના શરીરે મુંઢ માર મારી આરોપી યશપાલસિંહએ તેના માણસોને ફ્રીયાદી સુભાકાંત ની સી.આર.એશીયા કંપનીમાં કામ પર રાખવા જ પડશે અને કામ ઉંપર નહીં આવે તેમ છતા પગાર કરવોજ પડશે અને પગાર પેટેના પૈસાની ખંડણીની માંગણી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી ગાળો બોલી થપ્પડો મારી ગુનો કરેલ છે.

વેરાવડ ગામે જુગાર રમતા પાંચ ઝડપાયા

જામજોધપુર પોલીસ  સ્ટેશનમાં કોન્સ. રાકેશભાઈ ભનાભાઈ ચૌહાણ એ ફ્રીયાદ નોંધાવી છે કે, હુશેનભાઈના ઘરની બાજુમાં આવેલ ખુલ્લા પટ્ટમાં વેરાવડ ગામે આરોપીઓ હુશેનભાઈ અલરખાભાઈ રાવકરડા, ઈસ્માઈલભાઈ મામદભાઈ પટ્ટા, હનીફ્ભાઈ ઓસમાણભાઈ ઘોઘા, હારૂનભાઈ હાજીભાઈ રાવકરડા, હનીફ્ભાઈ મામદભાઈ રાવકરડા, રે.વેરાવડ ગામ વાળા જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરી રોકડા રૂપિયા ૪૧૦૦/સાથે ઝડપાઈ ગયેલ છે.

અહીં ગુલાબનગર રવીપાર્ક, જામનગરમાં રહેતા રમીઝભાઈ કાસમભાઈ જીવરાણી, ઉં.વ.૩૧ એ સીટી બી ડિવીઝન પોલીસ  સ્ટેશનમાં જાહેર કરેલ છે કે, શંકરભાઈ કાતરાયન પટેલ, ઉં.વ.૩૬, રે. ધરારનગર, શાળા નં.૪૦ પાસે, જામનગર વાળા છ માસથી આંખે ધુંધળુ દેખાતુ હોય અને કોઈ કામ કરી શકતો ન હોય એકલવાયુ જીવન જીવતો હોય અને આર્થીક સંકળામણના કારણે પોતે પોતાના હાથે પોતાના ઘરે ગળાફંસો ખાઈ મરણ થયેલ છે.

છાતીમાં દુઃખાવો ઉંપડતા આઘેડનું મોત

અહીં ગાયત્રીનગર ગામ, તા.જિ.જામનગરમાં રહેતા ગોવિંદભાઈ વસ્તાભાઈ ચાંગાણી, ઉં.વ.પ૯ એ પંચ એ પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છે કે, મનસુખભાઈ વસ્તાભાઈ ચાંગાણી, ઉં.વ.પપ, રે. ગાયત્રીનગર ગામ, બાથરૂમમાં નાહવા ગયેલ નાહતી વખતે છાતીમાં દુઃખાવો થતા સારવારમાં મૃત્યુ પામેલ છે.

કાર ચાલકે દરવાજો ખોલતા મોટરસાયકલ ચાલકને ઈજા

અહીં સીટી બી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ભવ્ય સંજયભાઈ દાવડા, ઉં.વ.રર, રે. સ્વસ્તીક સોસાયટી, નિરવ એપાર્ટમેન્ટ, બ્લોક નં.ર૪, બીજામાળે, જામનગરવાળા એ ફ્રીયાદ નોંધાવી છે કે, ફ્રીયાદી ભવ્ય ઘરેથી પોતાનું મોટરસાયકલ હોન્ડા એવીયેટર જેના રજી.નં. જી.જે.૧૦બી.સી.૪૭૧ર વાળુ લઈને તેની દુકાન ગ્રેનમાર્કેટ ખાતે જતા હતા ત્યારે વાલ્કેશ્વરીમં આવેલી પંચમુખ પાન સેન્ટર પાસે એક સફ્ેદ ફેરવ્હીલર કાર જેના રજી.નં. જી.જે.૧૦ડી.જે.૮૮૮૯ નો ચાલકે કારનો દરવાજો આજુબાજુ જોયા વગર ખોલી ફ્રીયાદી ભવ્યને મોટરસાયકલ સાથે રોડ પર પાડી દેતા છાતીમાં પાસળીમાં ફ્ેકચર જેવી ઈજા તથા માથાના ભાગે હેમરેજ જેવી ઈજાઓ કરી ગુનો કરેલ છે.

આંકડા લેતા ઝડપાયો

અહીં સીટી એ પોલીસ સ્ટેશનમાં કોન્સ. વનરાજભાઈ ભગુભાઈ ખવડ એ ફ્રીયાદ નોંધાવી છે કે, ઓધવરામ ચા ની હોટલ પાસે ઓટલા પર જામનગરમાં  જગદીશભાઈ ઉંફર્્ે જગો જેરામભાઈ રામવાણી, વર્લીમટકાના આંકડા લખેલ સ્લીપ તથા બોલપેન અને રોકડા રૂ.૯૦૦/– ના મુદામાલ સાથે રેઈડ દરમ્યાન ઝડપાઈ ગયેલ છે.

(3:47 pm IST)