Gujarati News

Gujarati News

News of Saturday, 8th January 2022

દ્વારકાથી માતાના મઢ જતાં ભરવાડ પરિવારની કાર પલ્ટી જતાં માસૂમ બાળાનું મોત

ગાંધીધામમાં તુફાન જીપની હડફેટે વૃધ્ધ મોપેડ ચાલકનું પત્નીની નજર સામે મોત

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૮ :  દ્વારકાથી દર્શન કરીને કચ્છ આવી રહેલા અમદાવાદના ભરવાડ પરિવારની કાર પલ્ટી જતાં માસૂમ બાળકીનું અરેરાટી ભર્યું મોત નિપજયું હતું.

નલિયા પોલીસના જણાવ્યા પ્રમાણે અમદાવાદના સરખેજમાં રહેતા ભરવાડ પરિવારના વિનુભાઈ સોમાભાઈ ભરવાડ તેમના પત્ની, પુત્ર અભિષેક, પુત્રવધૂ અને પૌત્રી સાથે દ્વારકા દર્શન કર્યા બાદ ત્યાંથી કચ્છમાં માંડવી અને માતાના મઢ આવવા નીકળ્યા હતા.

માંડવી બીચ ઉંપર ફ્રીને તેઓ માંડવી નલિયા હાઈવે ઉંપરથી માતાના મઢ દર્શન કરવા આવી રહ્યાં હતા ત્યારે વિંઝાણ ગામના પાટિયા પાસે રસ્તામાં નીલગાય અચાનક આડી ઉંતરતા નીલગાય ને બચાવવા જતાં કાર પલ્ટી મારી ગઈ હતી. આ અકસ્માતમાં ચાર વર્ષીય માસૂમ બાળકી નિવા અભિષેક ભરવાડનું અરેરાટી ભર્યું મોત નિપજયું હતું. જયારે અન્ય ત્રણ જણને સામાન્ય ઈજાઓ થતાં નલિયા સીએચસીમાં સારવાર અપાઈ હતી.

અકસ્માતના બીજા બનાવમાં આદિપુરમાં મોપેડ ઉંપર જઈ રહેલ વૃદ્ધ દંપતીને તુફન જીપના ચાલકે ટક્કર મારતાં મોપેડ ચલાવી રહેલા ૭૬ વર્ષીય રણવીરભાઈ ભગવાનદાસ અડવાણીનું મોત નિપજયું હતું. જયારે તેમના ૭૩ વર્ષીય પત્ની નર્મદાબેન અડવાણીને ફ્રેકચર સહિતની ઈજાઓ પહોંચી હતી. પોલીસે આ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(12:04 pm IST)