Gujarati News

Gujarati News

News of Saturday, 8th January 2022

જોડિયા તાલુકા મથકથી કોરોના કાળમાં બંધ થયેલી મહત્વના રૂટની એસ.ટી બસો શરૂ કરવા માંગણી

(રમેશ ટાંક દ્વારા) જોડિયા, તા.૭: સાડત્રીસ (૩૭) ગામોનું તાલુકા મથક ધરાવતુ જોડિયામાં રાજયની સસ્તી અને સુરક્ષા ધરાવતી પરિવહન સેવા જે વર્ષોથી જોડિયાના એસ.ટી. બસસ્ટેન્ડમાં આશરે ૪૦ જેટલી એસટીની બસો જે રાજકોટ, મોરબી, અને જામનગરના રૂટો પર લોકલ બસોનું સવારથી રાત્રી દરમ્યાન અવર-જવર ચાલૂ હતી. લોકડાઉંનમાં બંધ થયેલ અમુક બસોનું પરિચાલન ચાલૂ થઇ છે. પરંતુ અમુક બસો આજની તારીખમાં ચાલૂ કરવા બાબત એસટી તંત્ર ના ભણી રહ્યા છે.

મુસાફરોને રાજકોટ-મોરબી-જામનગર અને ધ્રોલ વિસ્તારમાં જાવા માટે પાંચથી ૬ જેટલા સમય સુધી બસોની પ્રતીક્ષા કરવી પડે છે. જેના કારણે ના છુટકે ખાગી વાહનોમાં મુસાફરી કરવા મજબૂર બની રહ્યા છે. ૧.મોરબી-જોડિયા-જામનગર, ગોંડલ-રાજકોટ-જોડિયા, જામનગર-જોડિયા ઝીઝુડા હજુ સુધી ચાલુ થઇ નથી. તે ઉંપરાંત રાજકોટથી જોડિયા માટે સવારે ૮:૩૦ વાગે મળે છે. અને ત્યારબાદ સાંજે પઃ૩૦ વાગે જોડિયા માટે બસ, વાય ધ્રોલ થઇને જોડિયા આવુ પડે છે. જામનગરથી બપોરે ૨:૩૦ વાગે જોડિયાની બસ મળે છે. અને પછી રાત્રી ૮:૩૦ વાગે આ વચ્ચે જોડિયા માટે એક પણ લોકલ બસ નથી.

 

એસટી તંત્ર જિલ્લાના છેવાડે આવેલ જોડિયા તાલુકાને બસ સુવિધા બાબત ગણકારતુ નથી, લોકડાઉંન જોડિયાથી એસટીની લોકલ બસો ચાલૂ હતી. તે બંધ થયેલ પુનઃ ચાલુ કરવા માટે જોડિયાની પ્રજા રાજયના કેબીનેટ મંત્રી રાઘવજીભાઇ પટેલ, સાંસદ પૂનમબેન માડમ તથા જિ.પંચાયતના પ્રમુખ ધરમશી ચનિયારા સમક્ષ વખતોવખત રજુઆત પછી જોડિયા અને ગામડામાં બસ સુવિધા ચાલૂ થયેલ નથી અને એસટી તંત્ર આંખ આડા કાન કરી રહેલ છે

(12:05 pm IST)