Gujarati News

Gujarati News

News of Saturday, 8th January 2022

ઉનાઃ કોરોના મૃત્યુ કેસમાં ૪ લાખની સહાય ચુકવવા કોંગ્રેસ દ્વારા રજૂઆત

ઉના, તા. ૮ : . તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા કોરોનામાં મૃત્યુ પામેલને રૃI. ૪ લાખની સહાય ચુકવવા આવેદન પત્ર આપી માંગણી કરી હતી.

ધારાસભ્ય પુંજાભાઈ વંશ તાલુકા કોંગ્રેસ પ્રમુખ રામભાઈ ડાભી, શહેર કોંગ્રેસ પ્રમુખ ગુણવંતભાઈ તળાવીયા, અરજણભાઈ મજીઠીયા, કાનજીભાઈ સાંખટ, કમલેશભાઈ બાંભણીયા, અલ્તાફ બાપુ વિગેરે આગેવાનો મામલતદાર કચેરીએ જઈ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને લખેલ આવેદનપત્ર આપી માંગણી કરી છે. સરકાર હાલ કોરોના રોગમાં મૃત્યુ પામેલ લોકોને રૃા. ૫૦ હજાર આપવામા આવે છે તે અપુરતી છે. સરકાર મોતના આંકડા છુપાવવા રમત રમી રહી છે.

મૃતકના પ્રમાણપત્રમાં મૃત્યુનું કારણ અન્ય બિમારી લખી સહાયથી વંચીત રાખી રહી છે. કોરોના થયા પછી મૃત્યુ પામેલ તેને રૃા. ૪ લાખ વળતર આપવા (૨) કોવિડગ્રસ્ત લોકોને મેડીકલ બીલની રકમ ચુકવણી કરવી (૩) સરકારની નિષ્ફળતા સામે ન્યાયીક તપાસ કરવી (૪) કોવીડથી મૃત્યુ પામનાર સરકારી કર્મચારીઓના સંતાનો - પરિવારજનો પૈકી કાયમી નોકરી થકી કોરોના અસરગ્રસ્ત લોકોને મદદરૃપ થવા રજૂઆત કરી હતી. ગુજરાત સ્ટેટ ડીઝાસ્ટર મેનેજમેન્ટ એકટ ૨૦૦૩ તથા ડીઝાસ્ટર મેનેજમેન્ટ-૨૦૦૫ જોગવાઈ મુજબ કુદરતી આપતી સમય સહાયના આપવા માંગણી કરી હતી.

(12:11 pm IST)