Gujarati News

Gujarati News

News of Saturday, 8th January 2022

મોરબીમાં પૈસાની ઉઘરાણી પ્રશ્ને કાનજીભાઇ મુછળીયાને લાલાએ છરીના ઘા ઝીંકી દીધા

ગંભીર ઇજા થતાં સારવાર માટે રાજકોટ હોસ્પિટલમાં ખસેડાયા

રાજકોટ તા. ૮ઃ મોરબીના નજરબાગ વિસ્તારમાં રહેતાં કાનજીભાઇ શ્યામજીભાઇ મુછળીયા (ઉ.વ.૪૨) પર રાતે દસેક વાગ્યે મોરબીના જંગલેશ્વર વિસ્તારમાં લાલા નામના શખ્સે છરીથી હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડતાં સારવાર માટે મોરબી અને ત્યાંથી રાજકોટ સિવિલમાં ખસેડાતાં ચોકીના એએસઆઇ રાજુભાઇ ગીડાએ મોરબી પોલીસને જાણ કરી હતી.

કાનજીભાઇને સંતાનમાં એક પુત્રી અને બે પુત્ર છે. પોતે રિક્ષા હંકારવા ઉપરાંત સેન્ટીંગનું કામ પણ કરે છે. તેના સગાના કહેવા મુજબ અગાઉ લાલાને કાનજીભાઇએ હાથ ઉછીના ત્રણ ચાર હજાર રૃપિયા આપ્યા હતાં. આ પૈસાની ઉઘરાણી કરતાં લાલાએ ઝઘડો કરી હુમલો કર્યો હતો.

(12:29 pm IST)