Gujarati News

Gujarati News

News of Saturday, 8th January 2022

બોટાદ કાઠી ક્ષત્રીય સેના દ્વારા કાલે રાજકોટમાં ક્ષત્રીય સમાજના હોદ્ેદારોનું સન્માન

બોટાદ તા. ૮: .. કાલે તા. ૯ ને રવિવારે બપોરે ૪ કલાકે રાજકોટ કાઠી વિદ્યાર્થી ભવન જૈતાભાઇ રાણીંગભાઇ વાળા કાઠી બોર્ડીંગમાં કારોબારી અને અન્ય કાર્યક્રમ યોજાશે.

મીટીંગ દરમ્યાન સોનગઢ લાખા બાપુની જગ્યાના મહંત શ્રી કિશોરબાપુના અને જસદણ દરબાર સાહેબ શ્રી સત્યજીતકુમાર ખાચરના પ્રમુખ સ્થાને રાજકોટ કાઠી બોર્ડીંગના નવા નિયુકત પ્રમુખશ્રી તથા ઉપપ્રમુખશ્રી તથા સેક્રેટરીશ્રી તથા બધા હોદેદારો ટ્રસ્ટીઓ અને નવા નિયુકત ગુજરાત કાઠી ક્ષત્રીય સમાજના પ્રમુખશ્રી તથા ઉપપ્રમુખશ્રી તથા મંત્રીશ્રી તથા સંગઠન મંત્રીશ્રી વિગેરે મહાનુભાવોનું વિશેષ સન્માન બોટાદ કાઠી ક્ષત્રીય સેનાના પ્રમુખ સામતભાઇ જેબલીયા દ્વારા બન્ને સંસ્થા સંગઠનોના મહાનુભાવોને પુષ્પમાળા અને રજવાડી સાફા બાંધી તથા શકિત રૃપેણ તલવાર અર્પણ કરી રજવાડી ઠાઠથી વિશેષ સન્માન કરવામાં આવશે.

(3:41 pm IST)