Gujarati News

Gujarati News

News of Saturday, 8th January 2022

મોરબી : કોરોનાની સંભવિત ત્રીજી લહેર પૂર્વે તંત્રની કેવી છે તૈયારીઓ ? : સમીક્ષા બેઠક યોજાઈ.

મંત્રી બ્રિજેશભાઈ મેરજાએ અધિકારીઓ પાસેથી વિગતો જાણી કેટલી કામગીરી કરાઈ તેની સમીક્ષા કરી જરૂરી સૂચનાઓ આપી.

મોરબી જીલ્લામાં દિવાળી બાદ કોરોનાના નવા કેસો સતત વધી રહ્યા છે અને સંભવિત ત્રીજી લહેરની તૈયારી માટે તંત્રએ કેટલી તૈયારીઓ કરી છે તે જાણવા માટે મંત્રી બ્રિજેશભાઈ મેરજાના અધ્યક્ષસ્થાને આજે સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી
મોરબી કલેકટર કચેરી ખાતે મંત્રી બ્રિજેશભાઈ મેરજાના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઈ હતી જેમાં જીલ્લાના પ્રભારી મંત્રી મનીષા ચંદ્રા, કલેકટર જે બી પટેલ, ડેપ્યુટી ડીડીઓ, પ્રાંત અધિકારી, આરોગ્ય અધિકારી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા જે મીટીંગ અંગે મંત્રી બ્રિજેશભાઈ મેરજાએ જણાવ્યું હતું કે સંભવિત ત્રીજી લહેર સામે કરેલ કામગીરીની સમીક્ષા અંગે બેઠક યોજાઈ હતી જેમાં જીલ્લામાં અત્યાર સુધીમાં કુલ ૪,૪૩,૯૨૬ લોકોને સેમ્પલ લેવામાં આવ્યા છે છેલ્લા ૭ મહિનાથી મોરબી જીલ્લામાં કોરોનાને પગલે એકપણ મૃત્યુ નથી થયું તેમજ રીકવરી રેટ પણ ૯૭.૦૧ ટકા જેટલો સારો હોવાનું જણાવ્યું હતું.

(12:38 pm IST)