Gujarati News

Gujarati News

News of Saturday, 8th January 2022

જુનાગઢમાં ત્રણ દિ' પહેલા હત્યા કરનાર રાજકોટના દેવીપુજક સહીત બે આરોપી ઝબ્બે

જુનાગઢ, તા., ૮ : ત્રણ દિ' પહેલા જયશ્રી રોડ ઉપર આવેલ પ્લેટોનીયમ બીલ્ડીંગની સામે ગલીમાં રાકેશભાઇ ઉકાભાઇ બાંભણીયા ઉ.વ.૩પ રહે. જોષીપરા શાક માર્કેટ જલધારા એપાર્ટમેન્ટની બાજુમાં મુળ રહે. સમઢીયાળા તા.માળીયા વાળા સાથે શન્ની વીજુભાઇ દેવીપુજક તથા સંજય નામના બે ઇસમોએ ગેરશબ્દોની બોલાચાલી બાબતે છરીથી છાતીના ભાગે માર મારી ગંભીર ઈજા કરી તેનું મોત નીપજાવી ખુન કરી બન્ને ઇસમો નાસી ગયેલ જે અંગે જુનાગઢ બી ડીવીજન પો.સ્ટે ગુ.ર.નં-૦૦૧૬/રર ઇ.પી.કો. ક-૩૦૨,૧૧૪, તથા જી.પી. એકટ ક-૧૩૫ મુજબ નો ગુન્હો દાખલ થયેલ જે ગુન્હાની તપાસ બી ડીવીજન પો.સ્ટે ના પો.,ઇન્સ .શ્રી એન.આઇ. રાઠોડ નાઓએ હાથ ધરેલ.

જે બનાવ અંગે જુનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનીરીક્ષક મનિન્દર પ્રતાપસિંહ પવાર તથા પોલીસ અધિક્ષક શ્રી રવિતેજા વાશમશેટ્ટી  સુચનાઓ કરેલ હોય જે અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષક  પી.જી.જાડેજાના માર્ગદર્શન હેઠળ  બી. ડીવીજન પો. સ્ટેશનના પો.ઇન્સ. એન,આઇ. રાઠોડ તથા ડી સ્ટાફના માણસો તેમજ જુનાગઢ એલ.સી.બી. સ્ટાફ નાઓની અલગ અલગ બે ટીમો બનાવી જુનાગઢ શહેર વિસ્તારમાં પેટ્રોલીંગ કરી આ ગુન્હામાં સંડોવાયેલ આરોપીઓને શોધી પકડી પાડવા પ્રયત્નશીલ હોય.

જે દરમ્યાન જુનાગઢ એલ.સી.બી. પો. સબ.ઇન્સ. ડી.જી.બડવા તથા પો.કોન્સ. દિપકભાઇ બડવાને મળેલ બાતમી હકીકત આધારે એલ.સી.બી. સ્ટાફના પો.હેડ કોન્સ. યશપાલસિંહ જાડેજા,પો.કોન્સ. ભરતભાઇ ઓડેદરા,દિવ્યેશભાઇ ડાભી,દેવશીભાઇ નંદાણીયા નાઓએ સાથે મળી આ કામના સહ આરોપી સંજય રાજુભાઇ સોલંકી રહે-જુનાગઢ વાળાને પકડી પાડી હસ્તગત કરી બી ડીવીજન પો.સ્ટે સોંપી આપેલ.

તેમજ મુખ્ય આરોપી ની શોધખોળમાં હતા તે દરમ્યાન બી ડીવીજન પો.સ્ટે.ના પો.ઇન્સ. એન.આઇ. રાઠોડને  બાતમી મળેલ કે આ કામનો મુખ્ય આરોપી સુખનાથ ચોક વિસ્તારમાંથી રાજકોટ ભાગી જવાની ફિરાકમાં હોય જે ચોક્કસ બાતમી આધારે ડી. સ્ટાફના પો.કોન્સ. પરેશભાઇ હુણ તથા મુકેશભાઇ મકવાણા તથા વનરાજસિંહ યુડાસમા તથા હારૃનભાઇ ખાનાણી તથા રઘુવિર વાળા નાઓને આ ગુન્હામાં સંડોવાયેલ મુખ્ય આરોપી શન્ની વીજુભાઇ દેવીપુજક રહે-રાજકોટ વાળાને આ ગુન્હામાં ઉપયોગ કરેલ છરી સાથે સુખનાથ ચોક વિસ્તારમાંથી પકડી પાડી બન્ને ઇસમોને ધોરણસર અટક કરી આગળની તપાસ તજવીજ કરવામાં આવેલ છે.

પકડાયેલ આરોપીૅં- (૧) સન્ની વીજયભાઇ ઉર્ફે વીજુ જાલણીયા  ઉ.વ.૨૦ રહે.રાજકોટ, લક્ષ્મીનગરમાં આવેલ પટ્ટમાં ખુલ્લામાં, ભકતિનગર રેલ્વે સ્ટેશન નજીક (૨) સંજય દેવીપુજક ઉ.વ.૨૦ રહે.જુનાગઢ, સુખનાથ ચોક, શાક માર્કેટ પાસે, ફુટપાથ ઉપર તથા તાર બંગલા જુના તાલુકા પોલીસ સ્ટેશન પાછળ છે.

આ કામગીરી બી ડીવીઝન પો.સ્ટે.ના પો.ઇન્સ. એન.આઇ.રાઠોડ તથા એલસીબી ઇન્ચા. પો.ઇન્સ. એચ.આઇ.ભાટી તથા પો.સબ ઇન્સ. ડી.જી.બડવા તથા બી ડીવીઝન પો.સ્ટે.ના પો.સબ ઇન્સ. આર.એચ.બાંટવા તથા એએસઆઇ એ.યુ.આરબ તથા પો.હેડ કોન્સ. વિપુલભાઇ રાઠોડ તથા પો.કોન્સ. પરેશભાઇ હુણ, મુકેશભઇ મકવાણા, વનરાજસિંહ ચુડાસમા, હારૃનભાઇ ખાનાણી, ભુપતભાઇ ધુળા, રઘુવીરભાઇ વાળા, નિપુણભાઇ સોનારા તથ એલસીબીના પો.હેડ કોન્સ. યશપાલસિંહ જાડેજા, પો.કોન્સ. દિપકભાઇ બડવા, ભરતભાઇ ઓડેદરા, દિવ્યેશભઇ ડાભી, દેવશીભાઇ નંદાણીયા નાઓએ સાથે મળી કરેલ છે.

(1:16 pm IST)