Gujarati News

Gujarati News

News of Saturday, 8th January 2022

જેતપુરના વેપારીએ ભરણપોષણ નહિ ચુકવતા ૭ર૦ દિવસની જેલની સજા ફટકારતી ફેમીલીકોર્ટ

(કેતન ઓઝા દ્વારા) જેતપુર તા.૮ ઃ શહેરના વેપારીએ તેની પત્ની અને પુત્રીને ભરણ પોષણના માસીક દસહજાર લેખે ર૪ માસના ર.૪૯ લાખ નહિ ચુકવતા કોર્ટે ર૪ માસના ૩૦ દિવસ લેખે ૭ર૦ દિવસની સાદી કેદની સજા ફટકારી હતી જે તે રૃપિયા ચુકવી દેતો સજામાંથી મુકતી મળશે.

બતાવતી વિગત એવી કે અમદાવાદ રહેતા અલ્પાબેનના લગ્ન શહેરના તુષાર જોષી (રહે. કણકીયા પ્લોટ) સાથે થયેલ. તેને સંતાનમાં એક દિકરી હોય વિપદાથી બન્ને છુટા પડતા અલ્પાબેને અમદાવાદ ફેમીલી કોર્ટમાં ભરણપોષણનો દાવો કરેલ જેથી માસીક રૃા.૧૦ હજાર માતા પુત્રીના ભરણપોષણ માટે ચુકવા ૧૦/પ/૧૯ ના રોજ હુકમ કરેલ  પરંતુ ન ચુકવતા અમદાવાદ ફેમીલી કોર્ટમાં અરજી કરતા જજ સંગીતાબેન જોષીએ પ્રતી ર૪ માસના રૃા. ર.૪૦ લાખ ચુકવવા તૈયાર ન હોય તેને ૭ર૦ દિવસની સાદી કેદની સજા અને જો રકમ ચુકવી આપે તો તેમાંથી મુકતી મળશે  તેવો હુકમ કરેલ છે.

(1:20 pm IST)