Gujarati News

Gujarati News

News of Saturday, 8th January 2022

જુનાગઢ જિલ્લામાં ર૩૬ પ્રવાસી શિક્ષકોને કેમ્‍પમાં સ્‍થળ પર જ મંજુરી આપતા જિલ્લા શિક્ષણાધિકારીઆર.એસ.ઉપાધ્‍યાય

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા.૮ : તાજેતરમાં જિલ્લા શિક્ષણાધિકારી આર.એસ.ઉપાધ્‍યાયના માર્ગદર્શન હેઠળ ઇ.આઇ. આર.વી.પરમાર અને એલ.વી. કરમટા અને સ્‍ટાફ દ્વારા પ્રવાસી શિક્ષકો ર૩૬ શિક્ષકોને સ્‍થળ પર મંજુરી આપવા કેમ્‍પ યોજાયો હતો. જેમાં જિલ્લા વહીવટી તંત્રના માર્ગદર્શન અને કલેકટર રચિત રાજની પ્રેરણાથી ગુડ ગવર્નસ સુશાસન સપ્‍તાહની ઉજવણી અંતર્ગત જીલલાની સરકારીઅ ને બિન સરકારી અનુદાનિત માધ્‍યમીક અને ઉચ્‍ચતર માધ્‍યમીક શાળાઓમાં સરકારશ્રીની જોગવાઇઓ અનુસાર માધ્‍યમીક અને ઉચ્‍ચતર માધ્‍યમીક શાળાઓમાં મંજુર શિક્ષકોની જગ્‍યા નિયમીત રીતે ભરાય ત્‍યાં સુધી વિદ્યાર્થીઓનું શિક્ષણકાર્ય અટકે નહિ તે માટે માનદ વેતનથી પ્રવાસી શિક્ષકની મંજુરી માટેનો કેમ્‍પ તા.૩૧-૧ર-ર૧ના રોજ રાખવામાં આવેલ.
આ કેમ્‍પમાં કોવિડ-૧૯ની ગાઇડ લાઇનનું પાલન થાય, તેમજ કોઇ આચાર્યશ્રીને વધુ સમય રાહ ન જોવી પડે તે હેતુથી કુલ -૩ ટીમોની રચના કરવામાં આવેલ અનેસોશ્‍યલ ડીસ્‍ટન્‍સીંગનું પાલન કરી જુનાગઢ, વિસાવદર અને કેશોદ મુકામે પ્રવાસી કેમ્‍પ રાખવામાં આવેલ. તેમાં જીલ્લાની ૧૦૩ માધ્‍યમીક શાળાઓમાં ૧૪૭ પ્રવાસી શિક્ષકો અને ૪૩ ઉચ્‍ચતર માધ્‍યમીક શાળાઓમાં ૮૯ પ્રવાસી શિક્ષકોની કેમ્‍પનાસ્‍થળ પર જ મંજુરી આપી જિલ્લાની તમામ માધ્‍યમીક અને ઉચ્‍ચતર માધ્‍યમીક શાળાઓમાં શૈક્ષણિક કાર્ય સુચારૂ રીતે થાય તેવી અમલવારી કરવામાં આવી હતી.


 

(1:43 pm IST)