Gujarati News

Gujarati News

News of Saturday, 8th January 2022

અમરેલી ભાજપ દ્વારા મોદીના દિર્ધાયુ માટે મહામૃત્‍યુજંય મંત્ર

અમરેલીના પવિત્ર નાગદેવતા મંદિર ખાતે આદરણીય પ્રધાનમંત્રી  નરેન્‍દ્રભાઇ મોદીના દીર્ધાયુ માટે અને કોંગ્રેસ રૂપી આસુરી તત્‍વોથી રક્ષણ માટે મહામળત્‍યંજય મંત્ર યજ્ઞનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ તકે જિલ્લા ભાજપ  પ્રમુખ કૌશિકભાઈ વેકરિયા, શહેર ભાજપ પ્રમુખ   ભાવેશભાઈ સોઢા, બક્ષીપંચ મોરચા પ્રમુખ રાજુભાઈ ભુતૈયા, જી. પ. શિક્ષણ સમિતિ ચેરમેન  વિપુલભાઈ દુધાત, ન્‍યાય સમિતિ ચેરમેન મુકેશભાઈ બગડા, જિલ્લા યુવા ભાજપ પ્રભારી  દિવ્‍યેશ વેકરિયા, શહેર મહામંત્રી રાજુભાઈ માંગરોળીયા, તા. પ. પ્રમુખ પ્રતિનિધિ  દિલીપભાઈ સાવલિયા, યુવા ભાજપ મહામંત્રી  જગદીશભાઈ નાકરાણી સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. શહેર ભાજપ મહામંત્રી ભરત ભાઈ મકવાણા ની યાદી જણાવે છે.


 

(1:58 pm IST)