Gujarati News

Gujarati News

News of Saturday, 8th January 2022

ધોરાજીના નવા મહેસુલ ભવનની અંદર શહીદ અશ્વિન માવાણીનું સ્ટેચ્યુને ખુલ્લુ મુકવામાં આવ્યું

1981માં જૂની ભગવતસિંહજી હાઈસ્કુલ બચાવો આંદોલનમાં શહીદ થયેલ યુવાન અશ્વિન માવાણી સ્ટેચ્યુ જૂની બિલ્ડિંગમાં લગાવાયેલ હતું તે ફરી એ જ સ્થાન ઉપર નવી મહેસૂલ વિભાગની કચેરી બનતા જિલ્લા કલેક્ટરે સ્ટેચ્યુ મુકવાની સંમતિ આપતાં ફરી શાહિદ અશ્વિન માવાણીનું સ્ટેચ્યુ મુકાયું

(કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજી:ધોરાજીના નવા મહેસુલ ભવન ની અંદર સહીદ અશ્વિન માવાણીનું સ્ટેચ્યુ મુકવામાં આવ્યું છે ધોરાજી નવા મહેસુલ ભવન ખાતે જિલ્લા કલેકટરની સૂચનાથી શાહિદ અશ્વિન માવાણી નું સ્ટેચ્યુ મુકવામાં આવતા આજરોજ તેમની પુણ્યતિથિ નિમિત્તે જિલ્લા ભાજપના મંત્રીહરસુખભાઈ ટોપિયા જિલ્લા સહકારી ક્ષેત્રના અગ્રણી જે.ડી.બાલધા ધોરાજીના ધારાસભ્ય લલીતભાઈ વસોયા તેજાબાપા ટ્રસ્ટ ના સુરેશભાઈ વઘાસિયા અતુલભાઈ સોજીત્રા આર.કે કોયાણી વિગેરે ની હાજરીમાં શહીદ અશ્વિન માવાણી નું સ્ટેચ્યુ ખુલ્લું મુકવામાં આવ્યું હતું

જે અંગે ધોરાજીના હરસુખભાઈ ટોપિયા અને જે ડી બાલધા  એ જણાવેલ કે ૧૯૮૧માં જૂની ભગવતસિંહજી હાઈસ્કુલ બચાવો આંદોલન શરૂ કરવામાં આવે છે આ સમયે વિદ્યાર્થીઓને ભણવા માટે જૂની ભગવતસિંહજી હાઇસ્કુલ હતી પરંતુ તે જૂની ભગવતસિંહજી હાઈસ્કુલ ભાડાની બિલ્ડિંગમાંથી તેના માલિકને સોંપવાની વાત આવતા આ સમયે જૂની ભગવતસિંહજી હાઈસ્કુલ બચાવો સમિતિ બનાવવામાં આવેલ જેમાં હરસુખભાઈ ટોપિયા જે.ડી.બાલધા લલીતભાઈ વસોયા સુરેશભાઈ વઘાસિયા અતુલભાઈ સોજીત્રા વિગેરે વિદ્યાર્થીઓની લડત સમિતી બનાવી હતી અને આ સમયે ધોરાજી થી રાજકોટ જિલ્લા કલેકટરને સાયકલ રેલી દ્વારા જવાનું નક્કી કર્યું હતું અને ૧ જાન્યુઆરી 1981 માં ધોરાજી થી રાજકોટ વિદ્યાર્થીઓની સાયકલ રેલી નીકળી અને આ સમયે ધોરાજીના અવેડા ચોક ખાતે રહેતા અશ્વિનભાઈ માવાણી નું અકસ્માતે અવસાન થતા તેઓ જૂની ભગવતસિંહજી હાઈસ્કુલ બચાવો આંદોલન માં શહીદ થતા ધોરાજીમાં જે તે સમયે જોરદાર આંદોલન સાથે રોસ ભભૂકી ઉઠયો હતો અને આ સમયે જિલ્લા કલેક્ટરને રાજ્ય સરકાર વતી જૂની પ્રગતિ હાઈસ્કૂલ કોઈને પરત નહીં સોંપાય તે બાબતે ખાતરી આપતાં મામલો શાંત થયો હતો બાદ જૂની ભગવતસિંહજી  હાઈસ્કૂલ ગ્રાઉન્ડમાં શહીદ અશ્વિનભાઈ માવાણી નું સ્ટેચ્યુ મૂકવામાં આવ્યું હતું પરંતુ સરકારશ્રીએ જૂની ભગવતસિંહજી હાઈસ્કુલ નો કબજો લઈને નવી ભગવતસિંહજી હાઈસ્કુલ માં ટ્રાન્સફર કરતા વિદ્યાર્થીઓ ત્યાં ભણવા લાગ્યા છે અને આ જૂની બિલ્ડીંગ જર્જરિત થઇ જતા તેમની જગ્યાએ નવું આધુનિક મહેસુલ ભવન બનાવવામાં આવ્યું છે જે મહેસુલ ભવન ની અંદર ડેપ્યુટી કલેક્ટર મામલતદાર સહિતની વિવિધ સરકારી ઓફિસ રાખવામાં આવેલી છે જે બિલ્ડીંગ તૈયાર થઈ જતા અમોએ આ બાબતે રજૂઆત કરતા ધોરાજીના ડેપ્યુટી કલેક્ટર ગૌતમ મિયાણી એ જિલ્લા કલેક્ટર સાથે વાત કરી ફરી નવી મહેસુલ કચેરી માં ગ્રાઉન્ડ ખાતે શહીદ અશ્વિન માવાણી નું સ્ટેચ્યુ મૂકવા બાબતે સહમતી આપતા આજ રોજ  સ્ટેચ્યુ અનાવરણ કરવામાં આવેલ

(9:35 pm IST)