Gujarati News

Gujarati News

News of Saturday, 8th January 2022

ધોરાજી શહેર અને તાલુકામાં આજે વઘુ કોરોનાનાં ૨૦ કેસ નોંધાયા :આરોગ્ય વિભાગ દ્વારા ટેસ્ટીગં કામગીરી વધારાઈ

(કિશોરભાઈ રાઠોડ દ્વારા)ધોરાજી :ધોરાજી શહેર અને તાલુકામાં કોરોનાનાં આજના કુલ ૨૦ કેસ નોંધાયા છે. જ્યારે ત્રીજી લહેર આવ્યાં બાદ સવા મહિનામાં ૧૭૬ કેસો નોંધાયા છે.

કોરોનાની ત્રીજી લહેરમા કેસ કુદકેને ભૂસકે વધી રહ્યાં હોવાથી ધોરાજી બ્લોક હેલ્થ વિભાગ ના ડો. પુનિત વાછાણી અને સ્ટાફ દ્વારા ટેસ્ટીગંની કામગીરી તેજ કરવામાં આવી છે.
ડો વાછાણીએ જણાવેલ કે રોજના ૫૦૦ લોકોને ટેસ્ટીગ કરવામા આવે છે. તેમજ  ૬ જેટલાં ધન્વન્તરી રથ ફેરવવામાં આવી રહ્યાં છે. હજુ ટેસ્ટીગનું પ્રમાણ વધારવામાં આવશે.. આગામી સોમવારથી સંજીવની રથ પણ જોડાશે. કોરોના થી વધૂ લોકો સંક્રમિત ન થાય તે માટે પુરતા પ્રયત્નો કરવામાં આવી રહ્યાં છે.
બીજી તરફ સરકારી હોસ્પિટલનાં અધિક્ષક ડો. જયેશ વેસેટીયનએ જણાવ્યુ હતુ કે ધોરાજી હૉસ્પિટલમાં પૂરતી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. ઑક્સિજન, બેડ અને ડોકટરોની ટીમ તેમજ પૂરતીદવાઓ સાથે આરોગ્ય વિભાગ સતર્ક છે. હાલ કોરોનાનો કોઈપણ પેશન્ટ હૉસ્પિટલમાં એડમીટ નથી.
સરકાર દ્વારા કોરોનાની ત્રીજી લહેર થી લોકોને બચાવવા પુરતા પ્રયત્નો હાથ ધરાયા છે ત્યારે નાગરિકો પણ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ નું પાલન કરે તે જરૂરી છે

(9:43 pm IST)