Gujarati News

Gujarati News

News of Monday, 8th February 2021

જૂનાગઢના સુખપર ગામના પાટીયા પાસે ત્રિપલ અકસ્માત : બે કાર અને બાઇક વચ્ચે અકસ્માત: એકનું મોત : છ ઘાયલ

ઈજાગ્રસ્તોને જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા

જૂનાગઢના સુખપર ગામના પાટીયા પાસે આજે ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. જેમાં છ લાકો ઇજાગ્રસ્ત થયા હતા અને એક વ્યક્તિનું મોત થયું હતું.


મળતી વિગત પ્રમાણે, સુખપરના પાટીયા પાસે બે કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં એક વ્યક્તિનું મોત થયું હતું, જ્યારે બે મહિલા સહિત છ લાકો ઘાયલ થયા હતા. ઈજાગ્રસ્તોને જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

(9:21 pm IST)