Gujarati News

Gujarati News

News of Monday, 8th February 2021

સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં પાલીકા-જીલ્લા-તાલુકા પંચાયતની ચૂંટણીનો ધમધમાટ

વાંકાનેર પાલીકામાં ૧ થી ૭ વોર્ડમાં ર૮ ઉમેદવારો-૧ હજાર પોલીંગ સ્‍ટાફને તાલીમ અપાઇ

વાંકાનેરઃ પોલીંગ સ્‍ટાફને તાલીમ અપાઇ તે નજરે પડે છે. (તસ્‍વીરઃ હિતેષ રાચ્‍છ-વાંકાનેર)

 

રાજકોટ, તા., ૮: કોર્પોરેશનની ચૂંટણી તથા નગર પાલીકા અને જીલ્લા-તાલુકા પંચાયતોની ચૂંટણીઓ માટે સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં ધમધમાટ શરૂ થયો છે.

વાંકાનેર

(મહમદ રાઠોડ દ્વારા) વાંકાનેરઃ પાલીકાની સામાન્‍ય ચૂંટણી ર૦ર૧માં કુલ ર૮ ઉમેદવારો વોર્ડ નં. ૧ થી ૭ માં થશે. જેમાં વોર્ડ નં. ૧ માં પહેલી બેઠક સામાન્‍યસ્ત્રી, બીજી બેઠક સામાન્‍યસ્ત્રી, ત્રીજી બેઠક પછાત વર્ગ, ચોથી બેઠક સામાન્‍ય, જયારે વોર્ડ નંબર રમાં પ્રથમ બેઠક સામાન્‍યસ્ત્રી, બીજી બેઠકસામાન્‍યસ્ત્રી, ત્રીજી બેઠક સામાન્‍ય  ચોથી બેઠક સામાન્‍ય, વોર્ડ નં. ૩ પહેલી બેઠક પછાત વર્ગસ્ત્રી, બીજી બેઠક સામાન્‍યસ્ત્રી, ત્રીજી બેઠક સામાન્‍ય, ચોથી બેઠક સામાન્‍ય , વોર્ડ નં. ૪ પ્રથમ બેઠક અનુસુચીત  જાતીસ્ત્રી, ર જી બેઠક સામાન્‍યસ્ત્રી, ત્રીજી બેઠક સામાન્‍ય, ચોથી બેઠક સામાન્‍ય વોર્ડ નં. પ પ્રથમ બેઠક સામાન્‍યસ્ત્રી, બીજી બેઠક સામાન્‍યસ્ત્રી, ત્રીજી બેઠક સામાન્‍ય, ચોથી બેઠક સામાન્‍ય, વોર્ડ નં. ૬ પ્રથમ બેઠક પછાત વર્ગસ્ત્રી, બીજી બેઠક સામાન્‍યસ્ત્રી, ત્રીજી બેઠક સામાન્‍ય, ચોથી બેઠક સામાન્‍ય, વોર્ડ નં. ૭ પ્રથમ બેઠક સામાન્‍યસ્ત્રી, બીજી બેઠક સામાન્‍યસ્ત્રી, ત્રીજી બેઠક અનુસુચીત (અનામત) જાતી, ચોથી બેઠક સામાન્‍ય છે.

જયારે તાલુકા પંચાયતની કુલ ર૪ સીટ માટે (૧) અરણીટીંબા અનુસુચીત આદી જાતી (ર) ચંદ્રપુર- સામાન્‍યસ્ત્રી (૩) ચીત્રાખડા -સા.શૈ.પછાત વર્ગસ્ત્રી (૪) ઢુવા-સા.શૈ.પછાત વર્ગ (પ) ગાંગીયાવદર -બિન અનામત સામાન્‍ય (૬) ગારીયા (૭) હશનપર (૮) જેતપરડા (૯) કણકોટ (૧૦) ખખાણા (૧૧) કોઠી (૧ર) લુણસર (૧૩) મહીકા-બીન અનામત સામાન્‍ય (૧૪) માટેલ -સામાન્‍યસ્ત્રી (૧પ) મેસરીયા-અનુસુચીત જાતીસ્ત્રી (૧૬) પંચાસર (૧૭) પંચાસીયા  (૧૮) પીપળીયારાજ (૧૯) રાજા વડલા (ર૦) રાતડીયા (ર૧) રાતી દેવળી (રર) સરધારકા (ર૩) સિંધાવદર-સામાન્‍યસ્ત્રી (ર૪) તિથવા-બીન અનામત સામાન્‍ય ઉપરોકત નગર પાલીકાની ર૮ તથા તાલુકા પંચાયતની ર૪ સીટ માટે આજે ઉમેદવારી થશે.

વાંકાનેર

(હિતેશ રાચ્‍છ દ્વારા) વાંકાનેરઃ  સ્‍થાનિક સ્‍વરાજ્‍યની ચૂંટણી આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્‍યારે સરકારી તંત્ર દ્વારા તૈયારીનો ધમધમાટ શરૂ કરાયો છે ત્‍યારે માત્ર તાલુકા પંચાયત ચુંટણીનીમાંજ ૧૦૦૦ જેટલો પોલીંગ સ્‍ટાફ ફરજ બજાવશે, જેઓને આજરોજ અમરસિંહજી હાઈસ્‍કૂલ ખાતે તાલીમ આપવામાં આવી હતી.

તા. ૨૮ ના યોજાનાર સ્‍થાનિક સ્‍વરાજ્‍યની ચૂંટણી અન્‍વયે સરકારી તંત્ર દ્વારા તૈયારીનો ધમધમાટ શરૂ કરી દેવાયો છે, માત્ર વાંકાનેર તાલુકા પંચાયત ચુંટણીની જ વાત કરીએ તો કુલ ૧૬૮ બુથ પરથી મતદાન થશે, ત્‍યારે આ તમામ બુથો પર ૧૦૦૦ જેટલો પોલીંગ સ્‍ટાફ ખડે પગે ફરજ બજાવશે, જેમાં શિક્ષકો સહિતનાં વિવિધ કર્મચારી સ્‍ટાફ ફરજ બજાવશે,ઇવીએમનો ઉપયોગ કેમ કરવો ? તે સહિતની જરુરી તાલીમ અધિકારીઓ દ્વારા આપવામાં આવી હતી, વાંકાનેર ન.પા. માં ૨૮ સીટ, તાલુકા પંચાયતમાં ૨૪ સીટ અને જિલ્લા પંચાયતમાં ૬ સીટ માટે ચુંટણી યોજાશે.

(11:26 am IST)