Gujarati News

Gujarati News

News of Monday, 8th February 2021

કચ્‍છમાં ગઢવી બંધુઓના કસ્‍ટોડીયલ ડેથ પ્રકરણનો પ્રચંડ વિરોધઃ મુંદ્રા સજ્જડ બંધ

પોલીસની સરખામણી રાક્ષસો સાથેઃ પોસ્‍ટરો સળગાવ્‍યા

ભુજ તા. ૮ : કચ્‍છના મુંદ્રામાં ગઢવી બંધુઓના કસ્‍ટોડીયલ ડેથ પ્રકરણનો પ્રચંડ વિરોધ થયો છે. અને આજે મુંદ્રા સજજડ બંધ રહ્યુંછ.ે

આજે ગઢવી યુવકો એકત્ર થયા હતા અને પોલીસની સરખામણી રાક્ષસો સાથે કરીને પોસ્‍ટરો સળગાવ્‍યા હતા. અને પોલીસ સામે આક્રોશ ઠાલવ્‍યો હતો.

 અમદાવાદ સિવિલ હોસ્‍પિટલમાં ક્‍સ્‍ટોડીયલ ડેથ કેસમાં મળત્‍યુ પામેલા હરજુગ ગઢવીનો મળતદેહ સ્‍વીકારવાનો ગઢવી સમાજે ઈન્‍કાર કરી દીધો છે. જ્‍યાં સુધી ફરાર છ આરોપીઓ ન પકડાય ત્‍યાં સુધી મળતદેહ નહીં સ્‍વીકારવામાં આવે તેવી ગઢવી સમાજે માંગણી કરી હતી

    બે- બે યુવકોના મોત મામલે સમસ્‍ત ગુજરાતનો ચારણ- ગઢવી સમાજ એક થઈ ગયો છે. દરમિયાન, કચ્‍છ ગઢવી- ચારણ મહાસભાના પ્રમુખ વિજય ગઢવી અને સમાજના આગેવાનોએ મુંદ્રામાં બેઠક યોજી ભાવિ કાર્યક્રમો અંગેની રણનીતિ ઘડી કાઢી છે. વિજયે જણાવ્‍યું હતું કે, હરજુગ ગઢવીનું પોસ્‍ટમોર્ટમ કરવા હજુ સમાજે સંમતિ આપી નથી. ચોક્કસ શરતોને આધિન રહીને જ સમાજ તેના મળતદેહનું પીએમ કરવા અને અંતિમસંસ્‍કાર માટે અનુમતિ આપશે. જો કે, તે મામલે હજુસુધી કોઈ અંતિમ નિર્ણય લેવાયો નથી.

  સોમવારે સવારે સાડા નવ વાગ્‍યે સમાઘોઘા ખાતે સમસ્‍ત ચારણ સમાજની એક જાહેરસભા બોલાવાઈ છે.  માંડવી-મુંદ્રા સહિત ચારણ-ગઢવી સમાજની બહુમતિવાળાં ગામોને આવતીકાલે સ્‍વયંભૂ બંધ પાળી તેમનો શોક અને વિરોધ પ્રગટ કરવા એલાન અપાયું છે. આ મામલો માત્ર ગઢવી સમાજનો નહીં, પરંતુ પોલીસ અને -જા વચ્‍ચેનો છે તેને અનુલક્ષીને ગઢવી સમાજે મુંદ્રાની સમસ્‍ત જનતાને પણ બંધમાં જોડાવા આહ્વાન કર્યું છે.

કચ્‍છના ચૂંટાયેલાં ધારાસભ્‍યો- સાંસદ અને સરકારે પાળેલાં મૌનની ગઢવી સમાજે આકરી ટીકા કરી રોષ પ્રગટ કર્યો છે. તે વચ્‍ચે કચ્‍છ જિલ્લા પંચાયતના પૂર્વ વિપક્ષી નેતા વી. કે. હુંબલે તેમની પ્રતિક્રિયા આપી ગઢવી યુવકોના હત્‍યારાઓની તાત્‍કાલિક ધરપકડ કરવા માગ કરી છે.

(11:29 am IST)