Gujarati News

Gujarati News

News of Monday, 8th February 2021

ગોંડલ યાર્ડમાં મરચાંની ધુમ આવક : યાર્ડમાં વાહનોની લાંબી કતારો લાગી

ગોંડલ : દેશ વિદેશમાં ગોંડલનું ગોડલીયુ મરચું પ્રખ્યાત છે. બારેમાસ ભરવાં માટે અને ખાસ કરીને અથાણાં માટે ગોંડલનાં મરચાંની ગૃહીણીઓમાં ખાસ્સી માંગ છે.ત્યારે સિઝનની શરૂઆત થતાં જ યાર્ડમાં મરચાંની ભારે આવક શરૂ થવાં પામી છે.આજે સવારે મરચાંની આવક શરૂ થતાં સાંજ સુધીમાં સિતેર હજાર ભારી માર્કેટ યાર્ડમાં ઠલવાઇ છે. અંદાજે ૧૮૦૦ જેટલાં નાનાં મોટાં વાહનો દ્વારા મરચાં સાથે ખેડુતો માર્કેટ યાર્ડ પહોંચતા હાઈવે પર લાંબી લાઇનો લાગતાં ટ્રાફીક સમસ્યા સર્જાઇ હતી.જેને લઇને યાર્ડનાં ચેરમેન ગોપાલભાઇ શિંગાળા તથાં કનકસિંહ જાડેજા એ મરચાંની આવક અંગે જાહેરાત કર્યા બાદ જ મરચાં લાવવાં ખેડૂતોને અપીલ કરી છે.

(11:51 am IST)