Gujarati News

Gujarati News

News of Monday, 8th February 2021

લોધીકા -૧ જીલ્લા પંચાયતની બેઠકમાં ભાજપમાંથી કોણ ઉમેદવાર ? ભારે ચર્ચા

(બી.એમ.ગોસાઇ દ્વારા) ખીરસરા,તા. ૮: રાજકોટ જિલ્લાના લોધીકા તાલુકાની જીલ્લા પંચાયતની ૨ સિટો છે જેમા લોધીકા -૧ તેમજ પારડી -૨નો સમાવેશ થાયછે તેમા પારડી -૨મા ઉમેદવારનુ નામ ફાઈનલ હોવાની ચર્ચાઓ જનતા ના મુખે સંભળાય રહેલ છે.

પરંતુ લોધીકા-૧ જીલ્લા પંચાયત સિટમા ગાંધીનગરના એક મુખ્ય નેતા તેમજ રાજકોટ જીલ્લા સંગઠનના હોદેદાર વચ્ચે ઉમેદવારના નામ માટે કાટેકી ટકર ચાલી રહેલ હોવાની ચર્ચાએ જોર પકડેલ છે.

રવિવારે આખો દિવસ લોધીકા તાલુકાની ગ્રામ્ય વિસ્તારની જનતાના મુખે એક જ વાત સાંભળવા મળેલ કે લોધીકા-૧ જીલ્લા પંચાયતના ઉમેદવારના નામની મોહર કોના નામ ઉપર લાગશે તો જોવાનુંએ રહેશે કે પાર્લામેન્ટરી બોર્ડ બાદ લોધીકા-૧ જીલ્લા પંચાયત સિટના ઉમેદવાર કોણ બનશે તે ચર્ચા તાલુકામાં ટોપ ઓપ ધી ટાઉન બનેલ છે.

(11:51 am IST)